રણબીરના લગ્નમાં બધી મહેફિલ લૂટી ગઈ કરિશ્મા કપૂર, દુલ્હન આલિયાથી હસીન લાગી રહી હતી કરિશ્મા, જુવો તેની આ તસવીરો

બોલિવુડ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછી જ્યારે તેનો લુક બધાની સામે આવ્યો તો ચાહકો તેના દિવાના થઈ ગયા. ખાસ કરીને આલિયાનો લુક દરેકની આશાઓ કરતા અલગ હતો. તેણે લાલ કલરના બદલે ઓફ વ્હાઈટ કલર પસંદ કર્યો હતો. સાથે જ તે લહેંગાને બદલે સાડીમાં જોવા મળી. આ વાતમાં કોઈ શંકા નથી કે આલિયા પોતાના લગ્નમાં દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ તેની નણંદ કરિશ્મા કપૂરના લુક એ બધી લાઈમલાઈટ ચોરી લીધી હતી.

રણબીરના લગ્નમાં છવાઈ કરિશ્મા: કરિશ્મા કપૂર પોતાના કઝિન બ્રધર રણબીરના લગ્નમાં વ્હાઈટ કલરની ઓર્ગેન્ઝા સાડી પહેરીને આવી હતી. તેને ખાસ રીતે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ કરિશ્મા માટે પસંદ કરી હતી. આ સાડી પર ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી. સાથે જ ફ્લોરલ મોટિફ્સ ઓરેંજ, ગ્રીન અને સિલ્વર કલરના થ્રેડથી બનાવવામાં આવ્યા હતા. હેમલાઈન પર ફૂલો અને પાંદડાનું ભરતકામ કરવામાં આવ્યું હતું. સાથે જ બોર્ડર પર ગોટા પટ્ટી હતી. એક એંટ્રીકેટ ભરતકામ પણ હતું જેના પર સિલ્વર લેસને સિક્વિન્સ જોડવામાં આવ્યા હતા. તે એક બ્લિંગ ઈફેક્ટ બનાવી રહી હતી.

કરિશ્માએ આ સાડી પર ઓરેન્જ શેડનું બ્લાઉઝ પહેર્યું હતું. સાડીના કલર કોમ્બિનેશનની દૃષ્ટિએ ખૂબ જ યોગ્ય હતું. આ એક રોપ બ્લાઉઝ હતું જેના પર ડેલિકેટ ઝરી એમ્બ્રોડરી વર્ક હતું. આ વર્ક સ્લીવ્ઝની કિનારી પર, હેમલાઇન પર અને નેકલાઇન પર પણ હતું. કરિશ્માએ સીધા પલ્લાની સાડી પહેરી હતી. તેમાં તેની ટોન્ડ મિડરિફ હાઈલાઈટ થઈ રહી હતી.

લુક એંડ સ્ટાઈલ એ જીત્યં દિલ: પોતાના આ લુકમાં ચાર ચાંદ લગાવવા માટે કરિશ્માએ કાનમાં ચાંદબાલી પહેરી હતી. રસપ્રદ વાત એ છે કે તેણે કોઈ હેવી નેકલેસ પહેર્યો ન હતો. જો કે તેના લુકમાં તેની કમી પણ ન લાગી. કરિશ્માએ પોતાના માથા પર કાનની બુટ્ટીઓ સાથે મેચ કરતી હેરબેન્ડ પણ પલગાવી હતી. તેનાથી તેનો લુક વધુ ક્યૂટ લાગી રહ્યો હતો.

હાથમાં, કરિશ્માએ ગોલ્ડન કડા અને બ્લાઉઝ સાથે મેચિંગ બંગડીઓ પહેરી હતી. તે તેને એક ટ્રેડિશનલ લુક આપી રહી હતી. મેકઅપની વાત કરીએ તો, તે બ્લેક કોહલ્ડ આઈઝ, આઈ-બ્રોઝ, કોન્ટોર ચીક્સ, સોફ્ટ બ્રાઉન લિપ્સ, બ્લેક આઈ-શેડો જેવી ચીજો સાથે જોવા મળી. સાથે જ વાળની વાત કરીએ તો તેને તેમણે સેંટર પાર્ટેડ કર્યા અને એક સ્લીક લો-બન બનાવ્યું.

આલિયાને પણ પાછળ છોડી: કરિશ્મા કપૂર તેની એલિગેંટ ફેશન સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. તે જ્યારે પણ કોઈ ઈવેન્ટમાં શામેલ થાય છે ત્યારે તેનો લુક ખૂબ જ આકર્ષક હોય છે. આવી સ્થિતિમાં તે પોતાના ભાઈ રણબીરના લગ્નમાં કેવી રીતે પાછળ રહી શકે. ચાહકોને કરિશ્માનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કેટલાક એ પણ કહી રહ્યા છે કે કરિશ્મા દુલ્હન આલિયા કરતા પણ વધુ સુંદર લાગી રહી હતી. જોકે તમને કરિશ્માનો આ ટ્રેડિશનલ લુક કેવો લાગ્યો?