જ્યારે રેખા ની સામે આવવાથી ડરી રહી હતી કરિશ્મા કપૂર, પરંતુ જ્યારે બની એક-બીજા ની સોતન તો…

બોલિવુડ

પોતાની એક્ટિંગથી બોલીવુડમાં મોટું સ્થાન મેળવનાર અભિનેત્રી રેખા સાથે નવા અભિનેતા-અભિનેત્રી હંમેશા કામ કરવાથી ડરતા રહ્યા છે. આવી જ સ્થિતિ એકવખત પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરની પણ થઈ હતી. જોકે અભિનેત્રી રેખા અને કરિશ્મા કપૂર એ એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ એક ફિલ્મને સાઈન કરતી વખતે કરિશ્મા ખૂબ જ ડરી ગઈ હતી.

જે ફિલ્મમાં રેખા સાથે કામ કરવાથી કરિશ્મા ડરી ગઈ હતી તે ફિલ્મનું નામ હતું ‘જુબૈદા’. આ ફિલ્મમાં જુબૈદા અને રાજસ્થાનના મારવાડ રાજધરાના મહારાજા હનવંત સિંહની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. ફિલ્મમાં મનોજ બાજપેયી, કરિશ્મા કપૂર અને રેખા એ મુખ્ય ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં રેખા અને કરિશ્મા સોતનના પાત્રમાં જોવા મળી હતી. જેમા કરિશ્મા ‘જુબૈદા’ ના પાત્રમાં હતી તો મનોજ બાજપેયી ‘રાજા હનવંત સિંહ’ ના પાત્રમાં જોવા મળ્યા હતા. જ્યારે રેખા એ રાજા હનવંત સિંહની પત્નીનું પાત્ર નિભાવ્યું હતું.

શ્યામ બેનેગલ એ કર્યો હતો ખુલાસો: આ ફિલ્મને શ્યામ બેનેગલ એ ડાયરેક્ટ કરી હતી. તેમણે પોતાના એક ઈંટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મને સાઈન કરતા પહેલા કરિશ્મા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેમણે કહ્યું, ‘લોલો ના ગભરાવવા ના બે કારણ હતા. પહેલું, રેખા તેની વિરુદ્ધ હતી અને બીજું એ કે વર્ષ 2001 પહેલા કરિશ્મા એ આ પ્રકારનું કોઈ ગંભીર પાત્ર નિભાવ્યું ન હતું. સાથે જ કરિશ્મા પહેલા ડાયરેક્ટર એ જુબૈદાન પાત્ર માટે મનીષા કોઈરાલા સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ તે પણ રેખાની વિરુદ્ધ ફિલ્મમાં આવવા ઈચ્છતી ન હતી.

કરિશ્મા એ પણ કબૂલી વાત: આ ઉપરાંત કરિશ્મા કપૂર એ આ ફિલ્મ વિશે વાત કરતા એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું, ‘આ ફિલ્મને સાઈન કરવામાં મને ખુબ જ સમય લાગ્યો હતો. હું પોતાને આ પાત્ર માટે તૈયાર કરી શકતી ન હતી.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં લોકો એ કરિશ્માના કામ ની ખુબ પ્રશંશા કરી હતી. આ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી.