જ્યારે પણ હિન્દી સિનેમામાં 90 ના દાયકાના શ્રેષ્ઠ કલાકારોની વાત આવે છે, ત્યારે લોકોના મનમાં પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરનો ચેહરો પણ ઉભરી આવે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે કરિશ્મા કપૂર 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી છે. આ દરમિયાન તેણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી.
કરિશ્માએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત માત્ર 17 વર્ષની ઉંમરમાં કરી હતી. શરૂઆતથી જ કરિશ્માના ઘરમાં ફિલ્મી વાતાવરણ હતું. તેનો આખો પરિવાર બોલિવૂડની શરૂઆતથી જ બોલિવૂડ સાથે જોડાયેલો છે. તેના માતા-પિતા બબીતા અને રણધીર કપૂર પોતાના સમયના કલાકાર રહી ચુક્યા છે.
કરિશ્માએ માતા-પિતા અને પરિવારના રસ્તા પર ચાલીને 90ના દાયકાના પહેલા વર્ષમાં બોલિવૂડમાં પગ મૂક્યો હતો. વર્ષ 1991માં તેની પહેલી ફિલ્મ ‘પ્રેમ કાયદા’ આવી હતી. ત્યાર પછી કરિશ્માએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. 90ના દાયકામાં તેણે તે જમાનાના દરેક મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું અને ઘણી સફળ ફિલ્મો આપી.
કરિશ્માની સફળ ફિલ્મોનું લિસ્ટ પણ ખૂબ લાંબુ છે. 90ના દાયકામાં તેમણે પોતાની એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા હતા. વાત તેના અંગત જીવનની કરીએ તો પાંચ વર્ષના અફેર પછી તેની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી. પરંતુ બંનેની સગાઈ તૂટી ગઈ હતી. ત્યાર પછી, વર્ષ 2003 માં તેમણે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન પછી સંજય અને કરિશ્મા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલના પુત્રનું નામ કિયાન રાજ કપૂર અને પુત્રીનું નામ સમાયરા રાજ કપૂર છે. પરંતુ લગ્નના 13 વર્ષ પછી કરિશ્મા અને સંજયે વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા. બંને બાળકોની કસ્ટડી કરિશ્માને મળી.
કરિશ્મા મુંબઈમાં પોતાના બંને બાળકો સાથે રહે છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે કરિશ્મા છેવટે બાળકોનો ખર્ચ કેવી રીતે ઉઠાવે છે. તે ઘણા સમયથી એક્ટિંગથી દૂર છે. ન તો ફિલ્મો અને ન તો જાહેરાતો. પછી ભલા તેનું અને તેના બાળકોનું ગુજરાન કેવી રીતે ચાલતું હશે?
કરિશ્મા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. તે એક કંપનીમાં શેરહોલ્ડર પણ છે. ત્યાંથી પણ તે સારી કમાણી કરે છે. સાથે જ સંજય કપૂર બાળકોના ઉછેર માટે દર મહિને 10 લાખ રૂપિયા આપે છે. આ ઉપરાંત તેમણે કરિશ્માને એક ઘર પણ આપ્યું હતું.
આટલા કરોડની સંપત્તિ અને લક્ઝરી કારની માલિક છે કરિશ્મા: કરિશ્મા પાસે Mercedes Benz S Class, Lexus LX 470, Mercedes Benz E Class, BMW 7 સિરીઝ અને Audi Q7 જેવી મોંઘી અને લક્ઝરી કાર છે. સાથે જ તેની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ તે કુલ 93 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.