કરિશ્મા કપૂરની પુત્રી એ સેલિબ્રેટ કર્યો પોતાનો 16 મો જન્મદિવસ, લાગે છે માતા કરતા પણ વધારે સુંદર, જુવો તસવીરો

બોલિવુડ

કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી હોટ અને ગ્લેમરસ હિરોઇન હતી. હાલમાં 46 વર્ષની કરિશ્માએ ફિલ્મોથી અંતર બનાવ્યું છે. વર્ષ 2003 માં અભિનેત્રીએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા. ત્યારથી જ કરિશ્માનું ફિલ્મોમાં આવવાનું ઓછું થઈ ગયું હતું. આ લગ્નથી કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન હતા.

સંજયના આ બીજા લગ્ન હતા જ્યારે કરિશ્માના પહેલા. આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. 13 જૂન, 2016 ના રોજ સંજય અને કરિશ્મા ઓફિશિયલ રીતે છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. આજે એટલે કે 11 માર્ચે આ બંનેની પુત્રી સમાયરા તેનો 16 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 11 માર્ચ 2005 ના રોજ મુંબઇમાં જન્મેલી સમાયરા તેની માતા અને પિતા બંનેની નજીક છે.

સંજયે કરિશ્માને ભલે છૂટાછેડા આપ્યા હોય પરંતુ તે સમાયરા અને કિયાનને મળતા રહે છે. તે તેમની સાથે વેકેશન પર પણ જય છે. સમાયરા દેશની સૌથી ખર્ચાળ સ્કુલ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનો નાનો ભાઈ કિયાન પણ આ સ્કૂલમાં છે. સંજય છુટાછેડા પછી પણ બંને બાળકોનો અભ્યાસનો અને રહેવાનો ખર્ચ ઉઠાવે છે.

છૂટાછેડા પછી સંજયે કરિશ્માને એક ડુપ્લેક્સ ઘર પણ આપ્યું છે. સાથે જ બંને બાળકોના નામ દસ કરોડ રૂપિયા કર્યા છે. કરિશ્માથી છૂટાછેડા લીધા પછી સંજયે પ્રિયા સચદેવ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. પ્રિયાના આ બીજા લગ્ન હતાં. બંને એકબીજાને પાંચ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. પહેલા લગ્નથી પ્રિયાને એક પુત્રી છે જ્યારે સંજય સાથે લગ્ન પછી એક પુત્ર છે.

સમાયરા તેની માસી કરીનાની પણ ખૂબ નજીક છે. તે કરીનાને બેબોમાં કહીને બોલાવે છે. સમાયરાના 16 મા જન્મદિવસ પર, કરીનાએ સમાયરા સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી હતી. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું – તું મને બેબો માઁ એક ખાસ કારણના કારણે કહે છે. જ્યારે તમારી માતા તને કોઈ વાત માટે ના પડે છે ત્યારે તુ મારી તરફ જુવે છે. હું હંમેશાં તારું ધ્યાન રાખીશ મારી છોકરી. ઉંચે ઉડ, ખુશ રહે, સ્વસ્થ રહે. હું તને પેમ કરું છું મારી પહેલી છોકરી. હેપ્પી બર્થડે સમમૂ.

જણાવી દઈએ કે કરીના અને સમાયરા વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ છે. સમાયરા પણ ઘણી વાર તેની માસીના ઘરે આવતી-જતી રહે છે. તે તેના ભાઈ તૈમૂર સાથે પણ સારો સંબંધ ધરાવે છે.

2 thoughts on “કરિશ્મા કપૂરની પુત્રી એ સેલિબ્રેટ કર્યો પોતાનો 16 મો જન્મદિવસ, લાગે છે માતા કરતા પણ વધારે સુંદર, જુવો તસવીરો

Leave a Reply

Your email address will not be published.