‘સદી ના મહાનાયક’ અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન 46 વર્ષના થઈ ગયા છે. જુનિયર બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો. અભિષેક બચ્ચન ફિલ્મોમાં પોતાના પિતા અમિતાભ, માતા જયા અને પત્ની એશ્વર્યા ની જેમ સફળ રહ્યા નથી, પરંતુ તે કોઈ ઓળખન મોહતાજ નથી.
ભલે અભિષેક બચ્ચન આજ સુધી ફિલ્મોમાં એક મોટી સફળતાથી દૂર હોય, પરંતુ ચાહકોનો ભરોસો તેના પર ટકેલો છે. આજે તેના જન્મદિવસના ખાસ પ્રસંગ પર અમે તમને અભિષેક અને અભિનેત્રી કરિશ્મા કપૂરની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલા અભિષેક કરિશ્મા સાથે સગાઈ કરી ચુક્યા હતા પરંતુ પછી બંનેનો સંબંધ તૂટી ગયો હતો.
અભિષેક અને કરિશ્માએ સાથે ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. જ્યાં અભિષેકે એશ્વર્યા સાથે લગ્ન કરતા પહેલા કરિશ્માને દુલ્હન બનાવવાનું સપનું જોયું હતું, તો કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કરતા પહેલા અભિષેક સાથે સગાઈ કરી હતી. કરિશ્મા કપૂરનું નામ આખી દુનિયા જાણે છે અને તે 90ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રી રહી છે.
કહેવાય છે કે કરિશ્મા અને અભિષેકના દિલ અભિષેકની બહેન શ્વેતા બચ્ચનના લગ્ન દરમિયાન મળ્યા હતા. વાત વર્ષ 1997ની છે. તે સમયે કરિશ્મા કપૂર હિન્દી સિનેમાનું મોટું નામ બની ચુકી હતી. જ્યારે અભિષેકે ત્યારે ફિલ્મોમાં પગ પણ મૂક્યો ન હતો. બંનેની મુલાકાત શ્વેતાના લગ્ન દરમિયાન થઈ હતી અને પછી આ સંબંધ ટૂંક સમયમાં મિત્રતામાં બદલાઈ ગયો.
સમય આગળ વધતો ગયો અને બદલતો ગયો કે બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા. વર્ષ 1997થી શરૂ થયેલી આ લવ સ્ટોરી વર્ષ 2002 સુધી ચાલી. બંનેએ એકબીજાને લગભગ પાંચ વર્ષ સુધી ડેટ કરી અને પછી સંબંધમાં આગળ વધવાનું નક્કી કર્યું. બંનેનો સંબંધ બચ્ચન અને કપૂર પરિવારને પણ મંજૂર હતો.
વર્ષ 2002 માં અમિતાભ બચ્ચને પોતાના 60માં જન્મદિવસના પ્રસંગ પર, એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને અભિષેક અને કરિશ્માની સગાઈની જાહેરાત કરી. ત્યાર પછી બંને કલાકારોની સગાઈ થઈ હતી, જોકે સગાઈ ચાર મહિના પછી તૂટી ગઈ. આ સમાચારે દરેકને ચોંકાવી દીધા હતા.
કરિશ્માની માતા બની સગાઈ તૂટવાનું કારણ: અભિષેક અને કરિશ્માની સગાઈ થઈ ચુકી હતી પરંતુ સંબંધ લગ્નના મંડપમાં પહોંચતા પહેલા જ તૂટી ગયો હતો. કહેવાય છે કે અભિષેક અને કરિશ્માની સગાઈ કરિશ્માની માતા અને ભૂતકાળની અભિનેત્રી બબીતાના કારણે તૂટી હતી. કહેવાય છે કે બબીતા ઈચ્છતી ન હતી કે તેની પુત્રીના લગ્ન એક સંઘર્ષશીલ અભિનેતા સાથે થાય. જણાવી દઈએ કે તે સમયે હિન્દી સિનેમામાં અભિષેકે શરૂઆત જ કરી હતી.
સાથે જ બીજી તરફ જયા બચ્ચન ઈચ્છતી હતી કે કરિશ્મા લગ્ન પછી ફિલ્મોમાં કામ ન કરે. કરિશ્મા સાથે સગાઈ તૂટી તો અભિષેકનું દિલ એશ્વર્યા રાય પર આવી ગયું. બંને સ્ટાર્સને ફિલ્મ ‘ધૂમ’ દરમિયાન પ્રેમ થયો હતો અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. સાથે જ વર્ષ 2007ની શરૂઆતમાં બંનેએ સગાઈ કરી અને એપ્રિલ 2007માં બંનેના ધામધૂમથી લગ્ન થયા. હવે બંને એક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે.
સાથે જ બીજી તરફ કરિશ્માએ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંને બે બાળકો કિયાન રાજ કપૂર અને સમાયરા કપૂરના માતા-પિતા બન્યા. જોકે લગ્નના 13 વર્ષ પછી કરિશ્મા અને સંજયે વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા. કરિશ્માએ આ લગ્નમાં ખૂબ દુઃખ સહન કર્યું. કરિશ્મા છેલ્લા 6 વર્ષથી છૂટાછેડા લઈ ચૂકી છે અને હવે તે એકલા જીવન જીવવા માટે મજબૂર છે.