સાવકા બાળકો સાથે આવું વર્તન કરે છે કરીના, સામે આવ્યું સારા-ઈબ્રાહિમ સાથેના કરીનાના સંબંધનું સત્ય

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન કરીના કપૂરે પોતાના કો-સ્ટાર આમિર ખાન સાથે ફિલ્મ ડિરેક્ટર કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 7’માં ભાગ લીધો હતો.

કરણના શો પર આમિર ખાને પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા છે. સાથે જ કરીના કપૂર ખાને પણ આ દરમિયાન પોતાના અંગત જીવનના રહસ્યો પણ ખોલ્યા. કરણના શો પર તેમણે પોતાના સાવકા બાળકો અભિનેત્રી સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સાથે પોતાના સંબંધ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે તેના સાવકા બાળકો સાથે તેનો સંબંધ કેવો છે.

ખરેખર કરીનાને કરણ એ સવાલ કર્યો હતો કે સૈફ અને અમૃતાના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સાથે તેનો સંબંધ કેવો છે? સાથે જ કરણ એ પણ કહ્યું હતું કે સારા અલી ખાન બાળપણથી જ કરીનાની મોટી ફેન છે.

જવાબમાં કરીના કપૂરે જણાવ્યું કે, ‘મને યાદ છે કે તે K3Gના ટ્રાયલ પર તે પોતાની માતાની પાછળ છુપાયેલી હતી. અમૃતાએ મને કહ્યું હતું કે સારા તમારી મોટી ફેન છે. K3G માં તેને ‘યૂ આર માય સોનિયા’ ગીત ખૂબ પસંદ આવ્યું. પરંતુ મને એ સમજમાં આવતું ન હતું કે લોકો શા માટે આ વિશે વાત કરે છે. અમે એક પરિવાર છીએ અને આમિર ખાને કહ્યું છે કે જો અમારી વચ્ચે પ્રેમ અને સમ્માન તો છે. તે સૈફના બાળકો છે, તેમની પ્રાથમિકતા છે.

આ ફિલ્મના સેટ પર કરીના સાથે વાત કરતા હતા ઈબ્રાહિમ: કરીનાને સવાલ પૂછવા દરમિયાન કરણ જોહરે સૈફના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન અને કરીના વિશે પણ મોટો ખુલાસો કર્યો હતો. કરણ જોહરે પોતાની ફિલ્મ ‘રોકી ઔર રાની કી લવસ્ટોરી’નો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ‘રોકી ઔર રાની કી લવસ્ટોરી’ ના સેટ પર ઈબ્રાહિમ કરીના સાથે ફોન પર આરામથી વાત કરતા હતા.

કરીનાએ પોતાની વાત શરૂ રાખતા કહ્યું કે, ‘આ મુશ્કેલ કેમ હશે? દરેકનો પોતાનો સમય હોય છે. ક્યારેક અમે સાથે હોઈએ છીએ અને તે સારું છે. ક્યારેક-ક્યારેક તે બાળકો સાથે એકલા સમય પસાર કરવા ઈચ્છે છે, જેમ કે કોફી પીવી અથવા પછી સારા સાથે એક-બે કલાક પસાર કરવી, તો તે મને જણાવે છે.’

સાથે જ આગળ તેના જવાબમાં કરીનાએ પતિ સૈફ વિશે કહ્યું કે, ‘તેઓ રજાઓ પર સાથે ગયા છે. મને લાગે છે કે તેમના માટે એક સાથે બોન્ડ બનાવવો જરૂરી છે. એક મિત્રએ મને કહ્યું હતું કે તેની પાસે બધું છે, પરંતુ પિતા તો તેમના એક જ છે. અને સૈફ માટે પણ એ જરૂરી છે કે તે પોતાના દરેક બાળકોને સમય આપે. મને સમજ નથી આવતું કે લોકો અન્ય ચીજો કેવી રીતે વિચારી લે છે. મારા મગજમાં તે વાત ક્યારેય નથી આવી, જે લોકો અમારી વિશે કરે છે. આ આટલું મુશ્કેલ નથી.’