શું પોતાના બાળકોને પાબંદિઓમાં રાખે છે કરીના કપૂર, દાદી શર્મિલા ટૈગોર એ જણાવી આ વાત

બોલિવુડ

શર્મિલા ટૈગોર ફરી એકવાર મોટા પડદા પર કમબેક કરી રહી છે. તે લગભગ 11 વર્ષ પછી ફિલ્મી દુનિયામાં પરત ફરી રહી છે. આ તક પર જ્યારે તેને સવાલ કરવામાં આવ્યા તેના તેણે જે જવાબ આપ્યા તેનાથી ઘણી અંદરની વાતો સામે આવી.

‘ગુલમોહર’થી કમબેક કરી રહી છે શર્મિલા: 11 વર્ષ પછી તે પોતાની આગામી ફિલ્મ ‘ગુલમહોર’ સાથે ફિલ્મી દુનિયામાં કમબેક કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સ્ક્રીન પર તેને જોઈને તેના પૌત્ર-પૌત્રીઓનું શું રિએક્શન હોય છે, તો તેણે કહ્યું કે ઇનાયા નૌમી ખેમુએ એક સુંદર મેસેજ સાથે તેને અભિનંદન આપ્યા.

ETimes ના એક સમાચાર મુજબ શર્મિલાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે ઇનાયાની માતા સોહા અલી ખાને અભિનંદન મેસેજ મોકલ્યો હતો. તેણે મેસેજનો જવાબ આપતા કહ્યું કે ફિલ્મ હજી રિલીઝ થઈ નથી અને તે નથી જાણતી કે દર્શકો કેવું રિએક્શન આપશે.

તૈમુર અને જેહ માટે કહી આ વાત: શર્મિલા ટૈગોરે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બાળકો વિશે પણ વાત કરી હતી. શર્મિલાએ કહ્યું કે તૈમૂર અને જેહને અત્યારે ફિલ્મો જોવાની મંજૂરી નથી. તેણે આગળ કહ્યું કે જ્યારે તેઓ તેને ઓન-સ્ક્રીન જોશે, ત્યારે તે તેના માટે તદ્દન અલગ હશે. શર્મિલાએ આગળ કહ્યું કે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન મોટા થઈ ગયા છે અને જ્યારે તેઓ ફિલ્મો જુએ છે ત્યારે તેઓ તેમને પસંદ કરે છે, કારણ કે તેમની પાસે ‘સારું’ કહેવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.

મનોજ બાજપેયી સાથે જોવા મળશે શર્મિલા ટૈગોર: ‘ગુલમોહર’માં શર્મિલા ટૈગોર ઉપરાંત મનોજ બાજપેયી, અમોલ પાલેકર, સૂરજ શર્મા અને સિમરન ઋષિ બગ્ગા પણ છે. શર્મિલા છેલ્લી વખત 2010માં ‘બ્રેક કે બાદ’માં જોવા મળી હતી. શર્મિલાએ એક વાતચીત દરમિયાન ફિલ્મ વિશે કહ્યું, “મને સ્ક્રિપ્ટ પસંદ આવી અને તેઓ તેને દિલ્હીમાં શૂટ કરવા જઈ રહ્યા હતા, જે એક અદ્ભુત વાત હતી, કારણ કે હું દિલ્હીમાં રહું છું. મારે કોમર્શિયલ ફ્લાઇટ લેવાની જરૂર ન હતી કારણ કે કોવિડને કારણે હું તેનાથી થોડી નર્વસ હતી.’

શર્મિલા ટૈગોરે આગળ કહ્યું, ‘કોઈપણ દબાણ વગર ફિલ્મમાં કામ કરવાની મજા આવી. તે મારા જીવનથી કંઈક અલગ હતું. તે એક અદ્ભુત રજા જેવું હતું. તે પણ એટલા માટે કારણ કે તે હવે મારી જિંદગી નથી. મારું જીવન હવે સંપૂર્ણરીતે અલગ છે. હું હવે કામ કરનાર વ્યક્તિ નથી. હું દરરોજ એક ફિલ્મમાંથી બીજી ફિલ્મમાં કામ કરવા માટે જઈ રહી નથી.’