બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન 21 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. તેણે આ વર્ષે પોતાનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે. સાથે જ કરીનાએ આ જન્મદિવસ પુત્ર જેહ સાથે સેલિબ્રેટ કર્યો.
જણાવી દઈએ કે, કરીના કપૂર પોતાના જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે તેના માતા-પિતાના ઘરે પહોંચી છે. જ્યાં તેણે એક નાની પાર્ટી રાખી હતી જેમાં માત્ર કેટલાક ખાસ મેહમાનો જ શામેલ થયા હતા.
આ દરમિયાન કરિશ્મા કપૂર પણ અલગ સ્ટાઈલમાં જોવા મળી, તો સાથે જ કરીનાના પતિ સૈફ અલી ખાન પણ હાજર રહ્યા. કેક કાપતા પહેલા કરીના અને સૈફે તેમના માતા-પિતાના ઘરની બહાર પૈપરાઝી માટે ખૂબ પોઝ પણ આપ્યા, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ઉપરાંત બર્થ ડે સેલિબ્રેશન પછી કરીનાની મોટી બહેન એટલે કે પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં જોઈ શકાય છે કે કરીના કપૂર ખાન તેના નાના પુત્ર સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.
આ દરમિયાન જેહ પોતે કેક કાપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કરિશ્માએ એક અન્ય તસવીર શેર કરી છે જેમાં તે કરીના સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં લખ્યું કે, ‘અને ટ્વિનિંગ અકબંધ છે.’
તસવીરમાં જોઈ શકાય છે કે બંને બહેનોએ વ્હાઈટ કલરનો મેચિંગ ડ્રેસ પહેર્યો છે. આ પહેલા કરિશ્મા કપૂરે કરીના સાથે પોતાની બાળપણની તસવીર શેર કરી હતી, જેમાં બંને બહેનો વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલેબ્સ સાથે જોડાયેલા ઘણા લોકોએ પણ કરીનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સાથે જ સૈફની પુત્રી એટલે કે સારા અલી ખાને પણ કરીનાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અને લખ્યું હતું કે, “હું પ્રાર્થના કરું છું કે તમને ખૂબ પ્રેમ, ખુશી, સારું નસીબ મળે અને સાથે જ સારી કેક પણ મળે. દુવા છે કે તમારું આવનારું વર્ષ વધુ સારું બને.” આ ઉપરાંત નવી ભાભી આલિયા ભટ્ટ, બહેન રિદ્ધિમા, નીતુ કપૂર જેવા ઘણા લોકોએ કરીનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વાત કરીએ કરીના કપૂરના કામની તો તે તાજેતરમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અભિનેતા આમિર ખાન સાથે જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે કરીના ટૂંક સમયમાં જ ફિલ્મ ‘વીરે દી વેડિંગ-2’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ફિલ્મ ‘સ્પિરિટ’ પણ છે જેમાં તે પ્રખ્યાત અભિનેતા બાહુબલી પ્રભાસ સાથે જોવા મળશે. જો કે આ ફિલ્મ વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ ઘોષણા કરવામાં આવી નથી.