આ ખાસ સ્ટાઈલમાં કેટરીના એ આપી મધર્સ ડે ની શુભકામનાઓ, બંને બાળકો સાથે જોવા મળી અભિનેત્રી, જુવો તેની આ તસવીરો

બોલિવુડ

દુનિયાભરમાં આજે મધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 8મી મેના રોજ આવ્યો છે. હિન્દી સિનેમામાં પણ મધર્સ ડેની ધૂમ જોવા મળે છે. દરેક વખતે સોશિયલ મીડિયા દ્વારા સેલેબ્સ પોતાની માતા પર પ્રેમ લૂટાવતા જોવા મળે છે. સાથે જ ઘણી અભિનેત્રી પોતાના નાના-નાના બાળકો સાથે મધર્સ ડે ઉજવે છે. હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાને પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના બાળકો સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીર ખૂબ જ સુંદર છે જેમાં કરીના તેના બે પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથે જોવા મળી રહી છે.

કરીનાએ જે તસવીર શેર કરી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે કરીના પૂલમાં છે. તેણે પોતાના બંને પુત્રોને પોતાના ખોળામાં રાખ્યા છે. તસવીરમાં કરીનાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે એક કેપ્શન પણ આપ્યું છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારા જીવનની લંબાઈ અને પહોળાઈ. હેપ્પી મધર્સ ડે”.

કરીનાએ પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કરીનાની આ તસવીરને 5 લાખ 53 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે જ તેના પર ચાહકોની સાથે, સેલેબ્સ પણ ખૂબ કમેંટ કરી રહ્યા છે.

આ તસવીર પર કમેન્ટ કરતાં કરીનાની મોટી નનંદ સબા અલી ખાને લખ્યું છે કે, ‘માતૃ દિવસની શુભકામનાઓ’. તેણે હાર્ટ ઈમોજી પણ કમેન્ટ કર્યું છે. સાથે જ કરીનાની મોટી બહેન અને પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે ઘણા હાર્ટ ઇમોજી કમેંટ કર્યા છે. જ્યારે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને તાન્યા ઘાવરી જેવી હસ્તીઓએ પણ હાર્ટ ઈમોજી પર કમેન્ટ કર્યું છે.

કરીનાની આ તસવીર જોયા પછી તેના ચાહકો પણ ખૂબ કમેંટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, “સુંદર પરિવાર”. સાથે જ એક યુઝરે લખ્યું છે કે, “તમામ માતાઓને માતૃદિવસની શુભકામનાઓ”. સાથે જ ઘણા ચાહકો એ કરીનાની પણ પ્રસંશા કરી છે.

કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મનું નામ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીના સાથે અભિનેતા આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન એ કર્યું છે.