કરીના કપૂર એ પુત્ર જેહનો ક્યૂટ વીડિયો કર્યો શેર, માતા સાથે યોગા કરતા જોવા મળ્યો નાનો નવાબ, જુવો જેહનો આ ક્યૂટ વીડિયો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો જહાંગીર અલી ખાન સોશિયલ મીડિયા સેંસેશન છે. કરીના અવારનવાર તેના નાના પુત્ર જેહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેહનો એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની માતા સાથે યોગ કરતા જોવા મળી રહ્યો છે.

ખરેખર, 12 ડિસેમ્બર 2022ના રોજ, કરીનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના યોગ ટીચર દ્વારા શેર કરેલ વિડિયો રિપોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કરીના પિંક આઉટફિટમાં યોગ કરતા જોવા મળી રહી છે. સાથે જ જેહ પોતાની માતાની બાજુમાં મસ્તી કરતા કરીનાની કોપી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બ્લેક ડ્રેસમાં લિટલ જેહ ક્યૂટ લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ANSHUKA YOGA (@anshukayoga 

આ પહેલા કરીનાએ લંડન વેકેશનથી પોતાના પુત્ર જેહ સાથે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. તસવીરમાં, બેબોએ તેના લાડલાને પોતાના ખોળામાં ઉઠાવ્યો છે અને તે કેમેરા સામે જોઈને સ્માઈલ આપી રહી હતી જ્યારે જેહ આકાશ તરફ મેઘધનુષ્ય જોઈને તેની તરફ ઈશારો કરી રહ્યો હતો. બ્લૂ આઉટફિટમાં બેક સાઈડથી જોવા મળી રહેલો જેહ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો, સાથે જ ડેનિમ જીન્સ અને વ્હાઈટ સ્વેટરમાં કરીના સ્ટનિંગ લાગી રહી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના ટૂંક સમયમાં હંસલ મહેતા દ્વારા નિર્દેશિત મર્ડર મિસ્ટ્રી ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ અભિનેત્રી લંડનથી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી છે. આ ઉપરાંત કરીના વર્ષ 2023માં ફિલ્મ ‘ધ ક્રૂ’માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના ઉપરાંત અભિનેત્રી કૃતિ સેનન અને તબ્બુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે તમને કરીના અને જેહનો આ વીડિયો કેવો લાગ્યો? અમને કમેંટ કરીને જરૂર જણાવો.