બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી કરીના કપૂર, જુવો માતા બનવા જઈ રહી બેબોના બાળપણની કેટલીક સુંદર તસવીરો

બોલિવુડ

કરીના કપૂર ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખર કરીના કપૂરે જ્યારે પહેલીવાર દુનિયામાં પગ મૂક્યો હતો તે સમયની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરીના કપૂરની આ સુંદર તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરમાં કરીનાના પિતા રણધીર કપૂર અને માતા બબીતા જોવા મળી રહી છે. કરીનાની આ તસવીરો ત્યારની છે જ્યારે તે આ દુનિયામાં આવી હતી. તસવીરમાં પિતા રણધીર કપૂર કરીનાના કપાળ પર કિસ કરતા જોવા મળી રહ્યા છે, તો માઁ ના ચેહરા પર કરીનાને જોઈને સ્મિત છે. ખરેખર કરીના તેના માતા પિતાની સૌથી પ્રિય પુત્રી છે, જણાવી દઈએ કે કરીનાનો જન્મ 21 સપ્ટેમ્બર 1980 ના રોજ થયો હતો. બાળપણમાં પણ કરીના ખૂબ જ સુંદર હતી. બોલીવુડને ઝીરો સાઈઝનો મંત્ર આપનાર કરીના પોતે ગોલમટોલ રહી છે.

કરીના અને રણબીર બાળપણમાં સાથે ખૂબ રમતા હતા. રણબીરે એક વખત બાળપણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કરીના ઘણીવાર તેના ઘરની સામે એક નદીમાં માછલી પકડવા જતી હતી. બંન્નેની શરારતોનો ઉલ્લેખ પપ્પા રણધીર કપૂર ઋષિ કપૂરને કરતા હતા અને રણબીર આ બધી વાતો કરીના વિશે સાંભળ્યા કરતો હતો. રણબીરે કહ્યું હતું કે તે, કરીના અને રિદ્ધિમા બાળપણમાં ઘર – ઘર રમતા હતા. ઘર – ઘર રમતી વખતે તેને કેટલીક વખત કરીનાનો પતિ બનવું પડતું હતું તો કેટલીક વખત રિદ્ધિમાનો. કરીના અને રિદ્ધિમાથી રણબીર ત્રણ વર્ષ નાનો છે.

આ તસવીરમાં કરીના તેના આખા પરિવાર સાથે છે. કરિશ્મા રણધીર કપૂરના ખોળામાં છે અને કરીના મમ્મી બબીતાના ખોળામાં બેઠી છે. ખરેખર કરીનાનો અભ્યાસ મુંબઇની જમનાબાઈ નરસી સ્કૂલ અને પછી દહેરાદૂનમાં વેલ્હૈમ ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાંથી પૂર્ણ થયો. કરીનાએ હાવર્ડ યુનિવર્સિટીમાંથી માઇક્રો કોમ્પ્યુટર્સમાં ત્રણ મહિનાનો કોર્સ કર્યો છે. આ તસવીરમાં કરીના, રિદ્ધિમા અને કરિશ્મા છે. કરીના સૂઈ ગઈ છે પણ કરિશ્મા દાદાજી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહી છે.

અભિનેત્રી કરીના અને કરિશ્મા માતા બબીતા ​​પર ગઈ છે. માતાના ખોળામાં બેઠેલી કરીના અહીં કંઈક વિચાર કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીના બાળપણની મોટાભાગની તસવીરો બહેન કરિશ્મા સાથે છે અને દરેક તસવીરમાં કરિશ્મા નાની બહેનનું ધ્યાન રાખી રહી છે. કરીના કરિશ્મા કરતા લગભગ 7 વર્ષ નાની છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કરીનાનું ધ્યાન તેની મોટી બહેન કરિશ્મા કેવી રીતે રાખી રહી છે.

ખરેખર કરીના તેની બહેન કરિશ્માને ખૂબ જ પ્રેમ કરે છે. બાળપણથી જ એક્ટિંગની શોખીન કરીનાએ કરિશ્માના શૂટિંગ સેટ પર તેની ખૂબ મદદ કરી હતી. કરીના અને કરિશ્મા વચ્ચે ખૂબ પ્રેમ છે. બંને બહેનો આજે બેસ્ટ ફ્રેંડની જેમ રહે છે. કરીનાની વાત માનીએ તો એક્ટિંગ તો તેણે કરિશ્મા સાથે શૂટિંગ સેટ પર જતી વખતે શીખી લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published.