કરીના કપૂરની મોટી નણંદ છે આટલા અધધ કરોડની માલિક, 45 ની ઉંમરમાં પણ નથી કર્યા લગ્ન

બોલિવુડ

કરીના કપૂરની મોટી નણંદ સબા અલી ખાન 45 વર્ષની છે. છતાં પણ તે કુંવારી છે. તેની નાની બહેન સોહા અલી ખાને તેની બહેનને ખૂબ જ નવી અને અનોખી સ્ટાઈલમાં વિશ કર્યું છે. તો ભાભી કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરીને લખ્યું- હેપ્પી બર્થડે ડાર્લિંગ સબા લવ યુ. આ સાથે તેણે હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે. સાથે જ સબાની નાની બહેન સોહાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીર શેર કરી છે. જણાવી દઈએ કે સબા નો જન્મ 1 મે 1976 માં દિલ્હીમાં થયો હતો.

સોહા અલી ખાને જે બે તસવીર શેર કરી છે તેમાં પહેલી તસવીર બંનેની યંગ એજ ની છે અને બીજી તસવીર બંને બહેનોના બાળપણની છે. જેમાં સબા તેની નાની બહેનને કિસ કરતી જોવા મળી રહી છે. સોહાએ આ તસવીર સાથે લખ્યું- હેપ્પી બર્થડે અપ્પી, તમને ખૂબ પ્રેમ. અમે આશા રાખીએ છીએ કે આ અને અન્ય ઘણી તક એકસાથે કે ટૂંક સમયમાં સેલિબ્રેટ કરીએ!! થેંક્યુ લવ યૂ. જણાવી દઈએ કે સબા એક બિઝનેસ વુમન છે. સબા તેના જમાનાની બોલ્ડ અને સુંદર અભિનેત્રી અને જાણીતા ઈંડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુકેલા મંસૂર અલી ખાન પટૌડીની મોટી પુત્રી છે.

સબાના બંને નાના ભાઈ-બહેન સૈફ અલી ખાન અને સોહા અલી ખાને ફિલ્મોમાં પોતાને સ્થાપિત કર્યા. તે જ સમયે સબાનો આ ફિલ્ડ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. સબા અલી ખાન લાઈમલાઈટથી દૂર રહે છે. તે ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરે છે અને 45 વર્ષની હોવા છતા પણ તે કુંવારી છે. થોડા વર્ષો પહેલા, સબાએ ડાયમંડ ચેન શરૂ કરી હતી. તે લગભગ 2700 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

શર્મિલાની મોટી પુત્રી સબા તેને ફિલ્મો અને પાર્ટીથી દૂર રહે છે. આ કારણોસર તે મોટાભાગના મીડિયાની નજરમાં આવતી નથી. તેના ફેમિલી ફંક્શન સિવાય તે કોઈ પણ ઇવેન્ટમાં જોવા મળતી નથી. જણાવી દઈએ કે સબા તેની ભાભી કરીના કપૂર સાથે ખૂબ સારો બોન્ડ શેર કરે છે. તે તેની ભાભી કરીના માટે પણ ઘણી વાર ડાયમંડ જ્વેલરી પણ ડિઝાઇન કરી ચુકી છે.

ઔકાફ-એ-શાહીની વડા હોવાને કારણે, સબા અલી ખાન પટૌડી પરિવારની પ્રોપર્ટીનો હિસાબ પોતાની પાસે રાખે છે. આ કારણોસર, તે હંમેશાં વ્યસ્ત રહે છે. સબા ભોપાલમાં ઔકાફ-એ-શાહીની વડા છે. જણાવી દઈએ કે ભારત સરકાર અને ભોપાલ રાજ્યના તત્કાલીન નવાબ હમીદુલ્લાહ ખાન વચ્ચે થયેલા મર્જર કરારમાં આ વાતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઔકાફ-એ-શાહી પર વકફ બોર્ડનો કોઈ અધિકાર નથી. ઔકાફ-એ-શાહી એક સ્વતંત્ર સંસ્થા છે.

એકવાર ઇન્ટરવ્યૂમાં સબાએ કહ્યું હતું કે, મારા મનમાં ક્યારેય પણ ફિલ્મ લાઈનમાં જવાનો વિચાર આવ્યો નથી. હું જ્યાં અને જે કામમાં છું તેમાં હું ખૂબ જ ખુશ છું. જો આપણે સબાના અભ્યાસની વાત કરીએ, તો તેણે દિલ્હી કોલેજ ઓફ આર્ટમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે આગળનો અભ્યાસ અમેરિકાથી કર્યો છે. અમેરિકાથી તેમણે જૈમોલોડી એંડ ડિઝાઇનમાં ડિપ્લોમા કર્યું છે. સબાના કહેવા પ્રમાણે, તેને તેની માતા પાસેથી જ્વેલરી ડિઝાઇનિંગ માટે પ્રેરણા મળી હતી.