કરીનાએ લગ્નના 8 વર્ષ પછી જણાવ્યું કે, સૈફ તેના કરતા 10 વર્ષ મોટો અને બે બાળકોના પિતા હતો, છતા પણ ..

બોલિવુડ

બોલીવુડમાં, જો આપણે પોતાનાથી નાની ઉંમરના અભિનેત્રી અથવા અભિનેતાઓ સાથે લગ્ન કરનાર અભિનેત્રીઓ અથવા અભિનેતાઓની વાત કરીએ, તો એવા ઘણા ચહેરાઓ આપણી સામે આવે છે. જેમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર, દિલીપ કુમાર અને સાયરા બાનો જેવા અને આજના સમયમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસ જેવા ઘણા ચેહરાઓ છે જેમનો સંબંધ પોતાનાથી નાના ઉંમરના જીવનસાથી સાથે થયા છે. તેમની સાથે બોલિવૂડની સૌથી પ્રખ્યાત જોડી પણ આ લિસ્ટમાં છે જે કરીના કપૂર અને સૈફ અલી ખાનની છે. આ જોડીમાં લગભગ 10 વર્ષનો તફાવત છે.

આવી સ્થિતિમાં, ઘણી જગ્યાઓ પર તેના સંબંધ વિશે વાત સામે આવે છે. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી કરીના કપૂર પોતે મીડિયાની સામે આવીને તેમના સંબંધો વિશે વાત કરતી જોવા મળી છે. તો ચાલો તમને જણાવીએ કે બેબો આ સંબંધ વિશે શું કહે છે.

7 વર્ષ પછી લગ્ન પર બોલી કરીના કપૂર ખાન

આજે તેમના લગ્નને લગભગ 8 વર્ષ થયા છે અને તે દરમિયાન કરીનાએ ખુલીને મીડિયાને સૈફ સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું છે. કરીનાએ આ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે તેની કારકિર્દીના શરૂઆતના અને ખરાબ સમયમાં સૈફે તેનો સાથ આપ્યો હતો. કરીનાએ કહ્યું છે કે વાત તે સમયની છે જ્યારે હું મારા કામ સાથે સંઘર્ષ કરી રહી હતી. સૈફે તે સમયે મારો સાથ આપ્યો હતો.

આ પછી જ્યારે તેમની ઉંમરના તફાવત અંગે વાત કહેવામાં આવી ત્યારે કરીનાએ કહ્યું કે મારા માટે તે 10 વર્ષ મોટા અને બે બાળકોના પિતા હોવા પહેલા મારા પતિ સૈફ અલી ખાન છે. આ સાથે તેમણે કહ્યું કે સૈફ એક ખાનગી જીવન જીવનાર વ્યક્તિ છે, જેની આ ટેવ મને ખૂબ પસંદ છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન જ વાતને આગળ ધપાવતાં કરીનાએ કહ્યું હતું કે “ડેટિંગ કરવાનો વધારે સમય થયો ન હતો કે તેણે કહ્યું હતું કે હું 25 વર્ષનો નથી અને હું દરરોજ તને ડ્રોપ કરી શકીશ નહિં.” આ પછી કરીનાએ કહ્યું કે સૈફ જાતે જ મારી માતાને કહેવા આવ્યો હતો કે તે તેની સાથે પોતાની પૂરી જિંદગી વિતાવવા માંગે છે. આ બાબતે માઁ એ કોઈ ખાસ પ્રતિક્રિયા વ્યક્ત કરી ન હતી. તેથી અમે બંનેએ પોતાની ઇચ્છા થી લગ્ન કર્યા.

સૈફ વિશે આવું વિચારે છે કરીના

આ પછી, ઇન્ટરવ્યૂને આગળ ધપાવતાં જ્યારે તેમને સૈફના સ્વભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કરીનાએ કહ્યું કે હું સૈફને ઘણા લાંબા સમયથી જાણતી હતી અને તેનો ચાર્મિંગ સ્વભાવ મને ખૂબ ગમતો હતો. તેમણે વધુમાં કહ્યું કે, અમારી નિકટતામાં ફિલ્મ ‘ટશન’ ના શૂટિંગ દરમિયાન ઘણો વધારો થયો. ફિલ્મના શૂટિંગ પછી તે અને સૈફ રાત્રે લદાખ અને જેસલમેરમાં લોન્ગ બાઇક રાઇડ પર જતા હતા અને આ જ કારણ હતું કે બંનેની ખૂબ સારી બોન્ડિંગ બની હતી.

આ પછી તેણે પોતાના પુત્ર તૈમૂર વિશે કહ્યું કે તેને પણ સૈફ તરફથી પિતાનો પૂરો પ્રેમ મળે છે. સૈફ જ્યારે પણ કામથી દૂર જાય છે ત્યારે તે તૈમૂર સાથે વીડિયો કોલ પર વાત કરે છે. અને સાંજે, પણ ઘણીવાર બંને કાર્ટૂન જુવે છે.

1 thought on “કરીનાએ લગ્નના 8 વર્ષ પછી જણાવ્યું કે, સૈફ તેના કરતા 10 વર્ષ મોટો અને બે બાળકોના પિતા હતો, છતા પણ ..

  1. I like the helpful info you provide in your articles. I’ll bookmark your blog and check again here regularly. I’m quite certain I will learn lots of new stuff right here! Good luck for the next!

Leave a Reply

Your email address will not be published.