કોણે બદલ્યું કરીનાનું સાચું નામ, દાદા રાજકપૂરે રાખ્યું હતું, જાણો કરીના ના નામ સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો

બોલિવુડ

કરીના કપૂર આજે બોલિવૂડની એક હિટ અભિનેત્રી છે. કરીનાનું નામ આજે બોલિવૂડનું ચર્ચિત નામ છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ તેનું અસલી નામ નથી. તેનું અસલી નામ બદલાઈ ગયું છે.

2000માં આવી હતી પહેલી ફિલ્મ: વર્ષ 2000માં કરીના કપૂરે ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. ભલે આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સારો રિસપોંસ મળ્યો ન હતો છતાં પણ કરીના કપૂર ખાને ક્યારેય પાછળ વળીને જોયું નથી. લોકો કરીનાને ‘બેબો’ના નામથી પણ ઓળખે છે પરંતુ શું તમે જાણો છો કે તેનું અસલી નામ કરીના નહીં પરંતુ કંઈક બીજું હતું?

રાજ કપૂરે રાખ્યું હતું આ નામ: કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો અને તેનો જન્મ માત્ર 6 દિવસ પહેલા રણબીર કપૂરની મોટી બહેન રિદ્ધિમાનો જન્મ થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તે સમયે ગણપતિ ઉત્સવનું વાતાવરણ હતું, જેના કારણે દાદા રાજ કપૂરે ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રીનું નામ રિદ્ધિમા રાખ્યું હતું. જ્યારે 6 દિવસ પછી કરીનાનો જન્મ થયો ત્યારે રાજ કપૂરે તેનું નામ સિદ્ધિમા રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજ કપૂરે તેમની બંને પૌત્રીઓનું નામ ભગવાન ગણેશની પત્નીઓ પર રાખ્યું હતું.

રણધીર અને બબીતાને પસંદ ન આવ્યું આ નામ: મીડિયા રિપોર્ટ્સ મુજબ બબીતા ​​અને રણધીર કપૂરને તેમની પુત્રીનું નામ સિદ્ધિમા પસંદ ન આવ્યું, જેના કારણે તેમણે પછીથી તેમની પુત્રીનું નામ બદલીને કરીના રાખ્યું. આજે કરીના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાઈ ચુકી છે.

તેની મોટી બહેન કરિશ્મા કપૂર પણ 90ના દાયકાની ટોપ અભિનેત્રી હતી, જેણે તેની કારકિર્દીમાં ‘બીવી નંબર 1’, ‘હીરો નંબર 1’, ‘કુલી નંબર 1’, ‘રાજા બાબુ’, ‘રાજા હિન્દુસ્તાની’ અને ‘ઝુબૈદા’ જેવી ઘણી સુંદર ફિલ્મોમાં કામ કરીને લોકોના દિલ જીતી લીધા.