કરીના કપૂરના 40 માં જન્મદિવસની તસવીરો થઈ વાયરલ, પરિવાર સાથે આવી રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ

બોલિવુડ

કરીના કપૂર આજે 21 સપ્ટેમ્બરના રોજ પોતાનો 40 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે, તેને સોશિયલ મીડિયા પર ઘણા અભિનંદન ના મેસેજ મળી રહ્યાં છે. તેના 40 માં જન્મદિવસ પર, કરિનાએ પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી. હવે આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

બહેન કરિશ્માએ આપી શુભેચ્છાઓ: કરીના કપૂરના જન્મદિવસ પર બહેન કરિશ્માએ એક્ટ્રેસના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરીના તેના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. જન્મદિવસ પર કરીનાએ ખૂબ જ સુંદર કેક કટ કરી છે. આ કેક પર ફેબ્યુલસ 40 લખાયેલું છે. આ સાથે કેક પર કરીનાની ઢીંગલી પણ લગાવેલી હતી.

કરીનાના જન્મદિવસની આ પાર્ટીમાં સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, રણધીર કપૂર, બબીતા ​​કપૂર અને પરિવારના અન્ય સભ્યો શામેલ હતા. આ તસવીરો શેર કરતા કરિશ્માએ કેપ્શનમાં લખ્યું છે – બર્થડે ગર્લ, અમે તને પ્રેમ કરીએ છીએ. જન્મદિવસ ની શુભકામનાઓ.

કરીનાના જન્મદિવસની આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો પણ સતત કમેંટ કરીને તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. કરિશ્માની આ પોસ્ટને અત્યાર સુધીમાં 2 લાખ 65 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.આ તસવીરો ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં કરીના બર્થડે બલૂન પાસે સ્માઈલી પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકોને કરીનાની આ સ્ટાઈલ પણ આકર્ષિત કરી રહી છે.

આ રીતે મલાઈકા અરોરાએ આપી શુભેચ્છા: કરીનાના જન્મદિવસ પર એક્ટ્રેસ મલાઈકા અરોરાએ પણ શુભેચ્છા આપી છે. તેણે પોતાની અને કરીનાની એક તસવીર શેર કરતાં લખ્યું છે કે ‘તુ દરેક ઉંમરમાં શાનદાર લાગે છે. લવ યુ.

કામની વાત કરીએ તો કરીના ટૂંક સમયમાં આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ 2021 માં રિલીઝ થઈ શકે છે. નોંધપાત્ર વાત એ છે કે આ દિવસોમાં કરીના પ્રેગ્નેંટ પણ છે. તે ટૂંક સમયમાં બીજી વાર માતા બનવાની છે. આવી સ્થિતિમાં તે અને સૈફ તેમના આવનારા બાળક વિશે ખૂબ જ ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published.