કરોડોની કારમાં ફરતી કરીના કપૂર આટલી અધધધ સંપત્તિની માલિક છે કરીના કપૂર, જાણો ‘બેબો’ ની કુલ સંપત્તિ વિશે

બોલિવુડ

કરીના કપૂરની ગણતરી હિન્દી સિનેમાની સૌથી સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે. કરીના કપૂર હિન્દી સિનેમાનો સૌથી લોકપ્રિય અને મોટો પરિવાર કપૂર પરિવારથી આવે છે. બોલિવૂડના શોમેન રાજ કપૂરની પૌત્રી, રણધીર કપૂરની મોટી પુત્રી અને કરિશ્મા કપૂરની નાની બહેન, કરીનાએ વર્ષ 2000 માં તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

કરીના કપૂર પોતાનો પગ હિન્દી સિનેમામાં રિતિક રોશન અને અમીષા પટેલની સુપરહિટ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી મુકવાની હતી પરંતુ તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યાર પછી હિન્દી સિનેમામાં ડેબ્યૂ તે જ વર્ષે આવેલી ફિલ્મ ‘રેફ્યૂઝી’ થી થયું હતું. તેમાં તેની વિરુદ્ધ અભિનેતા અભિષેક બચ્ચન એ કામ કર્યું હતું.

કરીનાને પોતાની પહેલી ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. ત્યાર પછી તે વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘મુઝે કુછ કહના હૈ’ અને વર્ષ 2002માં સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં જોવા મળી હતી. ત્યાર પછી તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ચમેલી’માં દેહવ્યાપાર કરતી યુવતીની ભૂમિકા નિભાવી હતી.

જેમ જેમ ફિલ્મોમાં કરીના કામ કરતી ગઈ તેને લોકપ્રિયતા અને સફળતા બંને મળતી રહી. 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં જન્મેલી 41 વર્ષીય કરીના કપૂરની ફિલ્મી કારકિર્દી સુંદર રહી છે. તેમણે પોતાની 22 વર્ષની કારકિર્દીમાં સારું કામ કર્યું છે અને ખૂબ ખ્યાતિની સાથે સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી છે.

કરીના કપૂર એક મહારાણી જેવું જીવન જીવે છે. તે કોઈ ઓળખની મોહતાજ નથી અને તેમની પાસે સુખ સુવિધાની દરેક ચીજ છે. કરીના અબજો રૂપિયાની સંપત્તિ, લક્ઝરી ઘર અને કરોડોની કારની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘બેબો’ એટલે કે કરીના કપૂર પાસે કુલ 440 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

તેમના કાર કલેક્શનમાં 2.32 કરોડ રૂપિયાની લેક્સસ એલએક્સ 470 ઉપરાંત મર્સિડીઝ બેંક્ચ એસ થી લઈને ઓડી Q7 અને રેંજ રોવર સ્પોર્ટ એસયૂવી કેવી કાર શામેલ છે.

એક ફિલ્મની ફી 10 કરોડ રૂપિયા: વાત કરીએ કરીનાની ફિલ્મ માટે લેવામાં આવતી ફી વિશે તો તે એક ફિલ્મ માટે રકમ લે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કરીનાને એક ફિલ્મ માટે મેકર્સ 10 કરોડ રૂપિયા ચૂકવે છે.

કરીનાએ લગભગ 5 વર્ષના અફેર પછી વર્ષ 2012માં એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી, 2016 માં, કરીના કપૂર ખાને પુત્ર તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો, જ્યારે 2021 માં તે બીજી વખત માતા બની હતી. કરીના અને સૈફ અલી ખાનના બીજા પુત્રનું નામ જહાંગીર અલી ખાન છે.

જણાવી દઈએ કે લગ્ન અને બે બાળકો હોવા છતાં પણ કરીના ફિલ્મોમાં સતત એક્ટિવ છે. તેની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો તેનું નામ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. આ ફિલ્મમાં કરીના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. અદ્વૈત ચંદનના નિર્દેશાનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે 14 એપ્રિલે બૈસાખી તહેવાર પર રિલીઝ થવા માટે તૈયાર છે.