જ્યારે ‘સારા’ ને પુછવામાં આવ્યું કે શું તે કરીનાને છોટી માઁ કહીને બોલાવે છે, તો આપ્યો આ ચોંકાવનારો જવાબ

બોલિવુડ

સૈફ અલી ખાન બોલિવૂડના સિનિયર અભિનેતા બની ચુક્યા છે. સૈફ અલી ખાને આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી સફર પૂર્ણ કરી છે. આ સમય દરમિયાન સૈફ અલી ખાને બોલિવૂડની અભિનેત્રીઓ સાથે ખૂબ ઈશ્ક પણ લડાવ્યો છે. તેઓએ બે વખત લગ્ન કર્યા છે. સૈફ અલી ખાને પહેલી વખત પોતાનાથી ઉંમરમાં મોટી મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તેની સાથે છુટાછેડા લીધા પછી બીજા લગ્ન પોતાનાથી ઉંમરમાં ખૂબ નાની બોલીવુડની બેબો કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.

સૈફ અલી ખાનને તેની પહેલી પત્ની અમૃતા સિંહથી બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન છે. સૈફ અલી ખાનના બીજા લગ્ન થવાથી સારા અલી ખાનને ઘણી વખત તેના પરિવારન લઈને સવાલ પુછવામાં આવે છે. કંઈક આવો જ સવાલ સારાને એક વખત કરણ જોહરે ‘કોફી વિથ કરણ’માં પૂછ્યો હતો. એકવાર સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં ગેસ્ટ બનીને આવી હતી.

આ શોમાં કરણ જોહરે સારાને તેના અને કરીનાના સંબંધો વિશે સવાલો પૂછ્યા હતા. તેણે પૂછ્યું, “શું તે કરીનાને છોટી માઁ કહીને બોલાવે છે?” સારા અલીએ કરણના સવાલનો હસતાં જવાબ આપ્યો હતો, “પહેલા હું વિચારમાં પડી ગઈ હતી કે તેમને શું કહીને બોલાવું, કરીના કે આંટી?” પરંતુ પાપાએ કહ્યું કે આંટી કહેવાની જરૂર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેના પિતા સૈફે તેના પર ક્યારેય દબાણ કર્યું નથી કે હું તેમને બીજી માઁ માનું. તેથી મને એ પણ નથી લાગતું કે કરીના ને માઁ કહીને બોલાવવી જોઈએ.

સારાએ આગળ જણાવ્યું કે એ કરીનાને કે અથવા કરીના કહીને બોલાવે છે. અમે બંને ખૂબ સારા મિત્રો છીએ. જ્યારે કરિનાએ મારી સાથે પહેલી વખત વાત કરી હતી ત્યારે તેણે મને કહ્યું હતું કે, તમારી માતા ખૂબ સારી વ્યક્તિ છે. હું તારી સાથે એક મિત્ર તરીકે રહેવા ઈચ્છું છું. તેણે ક્યારેય પણ અમારી માતા બનવાનો પ્રયત્ન કર્યો નથી. જો હું તેને છોટી માઁ કહીને બોલાવું તો તે કદાચ મને મારત.

જણાવી દઈએ કે અમૃતા સિંહથી છૂટાછેડા લીધા પછી અને કરીના કપૂર સાથે લગ્ન કર્યા પછી પણ આજે બંને પરિવારના સંબંધો ઘણા સારા છે. સારા અલી અને તેનો ભાઈ ઇબ્રાહિમ ઘણીવાર કરીના અને સૈફના ઘર પર જોવા મળે છે. આ બંને પરિવારો સાથે મળીને દરેક તહેવાર સેલિબ્રેટ કરે છે. આ વાત અલગ છે, સારા અને ઇબ્રાહિમ સાથે તેમની માતા અમૃતા જોવા મળતી નથી. સારા અલીએ એક વખત ‘ધ કપિલ શર્મા શો’માં કહ્યું હતું કે તેણે તેની કારકિર્દી માટે ક્યારેય તેના પિતાના નામનો ઉપયોગ કર્યો નથી. તે પોતે જ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર ને મળીને કામ માંગતી હતી. એવું જ તેણે રોહિત શેટ્ટી સાથે પણ કર્યું, તે પોતે જ તેમને મળવા ગઈ હતી.

ત્યાર પછી જ રોહિતે તેને ‘સિમ્બા’માં ફીમેલ લીડ રોલ આપ્યો હતો. આ ફિલ્મ પણ ખૂબ સફળ રહી અને તેના ગીતો પણ લોકોના દિલમાં ચળી ગયા હતા. સારાની કારકિર્દીનો ગ્રાફ અત્યારે આગળ વધી રહ્યો છે. સૈફને કરીનાથી પણ બે બાળકો છે, પહેલો તૈમુર અલી ખાન અને બીજા બાળકનો જન્મ થોડા મહીના પહેલા જ થયો છે. જેના નામનો ખુલાસો આજ સુધી થયો નથી.