પહેલા આ હસીનાએ નિભાવ્યું હતું કરીનાના બાળપણનું પાત્ર, હવે દેખાઈ છે એટલી સુંદર કે તસવીરો પરથી નહિં હટે નજર

બોલિવુડ

બોલીવુડના ઘણા એવા સ્ટાર છે જેમણે હિંદી સિનેમામાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે. તો ઘણા કલાકારોનો બાળપણનો રોલ ફિલ્મોમાં કોઈ અન્ય નિભાવે છે. બોલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે પણ કંઈક આવું જ થયું છે. જણાવી દઈએ કે કરીના કપૂરની ફિલ્મ ‘મુઝસે દોસ્તી કારોગે’ માં તેના બાળપણનું પાત્ર બરખા સિંહે નિભાવ્યું હતું.

યશ રાજની ફિલ્મ મુઝસે દોસ્તી કરોગે વર્ષ 2002 માં આવી હતી. આ ફિલ્મમાં કરીનાની સાથે રાની મુખર્જી, રિતિક રોશન અને ઉદય ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મમાં કરીનાનો બાળપણનો રોલ પણ હતો અને તેને નિભાવવાની જવાબદારી બરખા સિંહને આપવામાં આવી હતી. તે નાની છોકરી ટીના હવે ખૂબ મોટી થઈ ગઈ છે. તેને ઓળખવી કોઈ માટે સરળ નથી. પરંતુ બરખા સિંહ મોટી થઈને ફિલ્મોમાં જોવા ન મળી.

જણાવી દઈએ કે હાલમાં બરખા સિંહ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તે યુ ટ્યુબર તરીકે કામ કરી રહી છે. 19 વર્ષ પછી બરખા હવે તેના ક્ષેત્રમાં સફળ છે અને ખૂબ જ સુંદર પણ છે. તાજેતરમાં જ બરખા એક ઇન્ટરવ્યૂનો ભાગ બની હતી. જ્યાં તેની સાથે ખાસ વાતચીત થઈ હતી.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં બરખા સિંહને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને પણ મોટા થયા પછી ઈન્ડસ્ટ્રીમાં ફિટ થવા માટે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘મને કોઈ સમસ્યા નથી થઈ કારણ કે મેં બાળપણમાં કામ એક કલાકાર તરીકે નહીં, પરંતુ મસ્તીમાં કર્યું હતું. મેં કોઈ પણ મોટી ફિલ્મમાં કે લાંબા સમય સુધી ચાલનારા શોમાં કામ કર્યું નથી.

મેં તો બસ ઉનાળાની રજાઓ દરમિયાન જેમ કંઈક કામ કરીએ છીએ તે રીતે એક્ટિંગ કરી હતી. મારા મનમાં તો એ હતું કે અમે સ્વિટ્ઝરલેન્ડ જઈએ અને રિતિક રોશન, કરીના અને રાનીને મળીશું. મેં એટલા માટે ઓડિશન આપ્યું હતું કે મારી માતા મારા માટે આઈસ્ક્રીમ ખરીદી આપે.

બરખાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે હું બાળ કલાકાર તરીકે ખૂબ પ્રખ્યાત થઈ ન હતી. તેણે કહ્યું, ‘હું ખૂબ પ્રખ્યાત બાળ કલાકાર ન હતી અને મારે મોટા થઈને ફરીથી પ્રખ્યાત થવાનું હતું. જ્યારે મેં ફરીથી એક્ટિંગમાં પગ મૂક્યો ત્યારે હું યશ રાજ કે કોઈ મોટા બેનર પાસ ન ગઈ અને ફરીથી ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત કરી હતી.’

આગળ બરખા સિંહ કહે છે કે, ‘કેટલાક લોકો એવા પણ છે જેમને હું આજે પણ તે ફિલ્મ માટે યાદ છું, કેટલીકવાર લોકો મને છોટી કરિના કહીને બોલાવે છે. ઘણા લોકો કહે છે કે મારો ચહેરો અત્યારે પણ તેવો જ છે જેવો બાળપણમાં હતો. મને લગભગ 600-700 બાળકોમાં આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. આજે તે ખૂબ જ ખુશ છે કે લોકો તેમને ભૂલી ગયેલા બાળ કલાકાર તરીકે નહીં, પરંતુ તેના વર્તમાન કાર્ય માટે ઓળખે છે.’

ટીવી પર કર્યું ડેબ્યૂ, ઘણા શોનો રહી ભાગ: બરખા સિંહે વર્ષ 2013 માં ટીવી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે આ દરમિયાન ‘યે હૈ આશિકી’માં જોવા મળી હતી. ‘યે હૈ આશિકી’ પછી બરખાએ ‘લવ બાય ચાન્સ’, ‘ભાગ્યલક્ષ્મી’, ‘એમટીવી ફના’, ‘કૈસી યે યારિયાં’ અને ‘બ્રિથ’ જેવા શોમાં પણ કામ કર્યું હતું. તે હાલમાં તેના યુટ્યુબ વીડિયો તેમજ ટીવી શો અને વેબ સિરીઝ સાથે ચર્ચામાં રહે છે.