પરિવાર સાથે સેલિબ્રેટ કરી ઈદ, શેર કરી આ ખાસ તસવીર, છતાં પણ કરીના કપૂરને રહી ગયો આ વાતનો અફસોસ

બોલિવુડ

દેશ અને દુનિયામાં ગઈકાલે એટલે કે 3 મેના રોજ ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો. બોલિવૂડમાં પણ આ તહેવારની ધૂમ જોવા મળી હતી. ઈદના ખાસ તહેવાર પર ઘણા સેલેબ્સે પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી અને ઘણા સ્ટાર્સે ઈદ પર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. અભિનેત્રી કરીના કપૂર ખાને પણ ઈદનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવ્યો.

કરીના કપૂરે ઈદના તહેવારના દિવસની તસવીર પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જોકે ઈદ પર કરીનાને એક વાતનો અફસોસ રહી ગયો. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારી કરીનાએ પોતાના પરિવાર સાથે ઈદનો તહેવાર ઉજવ્યો અને એક તસવીર શેર કરીને ચાહકોને ઈદની શુભકામનાઓ પણ પાઠવી છે.

કરીના દરેક તહેવાર પર કોઈને કોઈ પોસ્ટ જરૂર શેર કરે છે. ઈદના તહેવાર પર પણ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના પતિ સૈફ અલી ખાન, બંને બાળકો તૈમૂર અને જહાંગીર અને સોહા અલી ખાન, કુણાલ ખેમુ, કુણાલ અને સોહાની પુત્રી અને સબા અલી ખાન સાથે જોવા મળી રહી છે.

આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેને શેર કરવાની સાથે જ કરીનાએ તેની સાથે એક કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું છે કે, “તે પરિવાર તરફથી ઈદ મુબારક જે હંમેશા એક પરફેક્ટ ફોટો ક્લિક કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યારેય સફળ થતો નથી. ઓહ…ઓહ…”.

તો તમે સમજી જ ગયા હશો કે છેવટે કરીનાને કઈ વાતનો અફસોસ છે. કરીનાને આ વાતનો અફસોસ છે કે આ તસવીર પરફેક્ટ આવી નથી. જો કે જે કંઈ પણ હોય આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કરીના પણ તેમાં હંમેશાની જેમ સુંદર લાગી રહી છે.

કરીનાની પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર 7 લાખ 82 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ હાર્ટ ઈમોજી કમેન્ટ કર્યું છે. ઝોયા અખ્તરે હાર્ટ ઈમોજી કમેન્ટ કરતાં ‘ઈદ મુબારક’ લખ્યું છે. મલાઈકા અરોરાની બહેન અને કરીનાની ખાસ મિત્ર અમૃતા અરોરાએ ચાર હાર્ટ ઈમોજી કમેન્ટ કર્યા છે. સાથે જ કરીનાની મોટી ભાભી સબા અલી ખાને કમેંટ કરતા લખ્યું છે કે, “એક અદ્ભુત ઈદ માટે આભાર”.

સેલેબ્સની સાથે જ કરીના કપૂરની આ પોસ્ટ પર ચાહકોએ પણ ઘણી કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, “કરીના કપૂર ખાન તમને ઈદ મુબારક”. એક અન્યએ લખ્યું છે કે, “હાહા અત્યારે પણ દિવસની સૌથી સુંદર કૌટુંબિક તસવીરોમાંથી એક છે”. સાથે જ એક યુઝરે કમેંટ કરી છે કે, “પટૌડી પરિવારને ઈદ મુબારક! લવ યુ બેબો”.

કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ 41 વર્ષની અભિનેત્રીની આગામી ફિલ્મનું નામ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેતા આમિર ખાન જોવા મળશે. કરીના અને આમિરની આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) 

કરીના અને આમિરની આ ફિલ્મ પૂરી થઈ ચુકી છે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવાની હતી, જોકે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધૂ ચુકી છે. ફિલ્મને હવે મેકર્સે આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે.