આલિયાનું નામ લઈને લંડનના રેસ્ટોરંટમાં ઘુસી રહ્યા હતા કરણ અને સારા, પરંતુ ન મળી એંટ્રી, જુવો આ વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક કરણ જોહર આ દિવસોમાં લંડનમાં છે. સાથે જ તેમની સાથે બોલિવૂડની ઉભરતી અભિનેત્રી સારા અલી ખાન પણ લંડનમાં છે. બંને કલાકારોએ પોતાના કામ પરથી બ્રેક લીધો છે અને બંને ભારતથી દૂર લંડનમાં રજાઓની મજા લઈ રહ્યા છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કરણ અને સારાનો લંડનથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કરણ જોહર જોવા મળી રહ્યા છે અને સારાનો અવાજ સંભળાઈ રહ્યો છે. બંને આલિયા ભટ્ટનું નામ લઈને લંડનના એક રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરવા ઈચ્છતા હતા પરંતુ બંનેને રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહિં.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ ફની છે. આ વીડિયોમાં સારા પણ કેમેરા પાછળ હસતા જોવા મળી રહી છે. સારા અને કરણનો આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે કરણ એક રેસ્ટોરન્ટના દરવાજા પર ઉભા છે. ત્યારે જ તેમની પાસે એક વ્યક્તિ આવે છે.

કરણ જોહર તે વ્યક્તિને કહે છે કે, “શું આલિયા ભટ્ટના નામે કોઈ ટેબલ બુક છે?” રેસ્ટોરન્ટના સ્ટાફ મેમ્બર તેમને કહે છે કે, ‘હાલ કોઈ બુકિંગ નથી’. આગળ કરણે ફરીથી તેને પૂછ્યું કે “કોઈ બુકિંગ નથી? તેના નામ પર ચાર લોકો માટે નહીં?”

 

View this post on Instagram

 

A post shared by SimplyAmina 🌴 (@simplyaminaofficial) 

ત્યાર પછી કરણ કેમેરા સામે જોઈને હસવા લાગે છે. સાથે જ કેમેરાની પાછળથી સારા અલી ખાન કરણને કહે છે કે ઘણી વખત એવું બને છે કે તમારું બુકિંગ હોવા છતાં, તમારે રેસ્ટોરન્ટની બહાર રાહ જોવી પડે છે. પછી બંને કલાકારો હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર બંનેનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વિડિયોની સાથે કેપ્શન લખવામાં આવ્યું છે, “જ્યારે કરણ જોહર અને મને રિઝર્વેશન-કમ અને ભૂખ્યા છોડી દીધા, તો કંઈક KFC હતું”. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, “શું ફાયદો જ્યારે વિદેશ જઈને ભૂખ્યા જ રહેવાનું છે તો પોતાના જ દેશમાં ફરી લો”. એક યુઝરે લખ્યું કે, “તો શું! તે કોઈ મોટી વાત નથી…” એક અન્ય યુઝરે કમેંટમાં લખ્યું કે, “તે વ્યક્તિ તેને ભારતીય સેલિબ્રિટી તરીકે પણ ઓળખતો નહિં હોય!

લંડનમાં આલિયાને મળ્યા કરણ: જણાવી દઈએ કે તાજેતરમાં જ આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીની ઘોષણા કરી હતી. તે ઘણા દિવસોથી લંડનમાં છે. તાજેતરમાં જ કરણ એ લંડનમાં આલિયા સાથે પણ મુલાકાત કરી હતી. એક તસવીરમાં કરણ આલિયા અને અન્ય લોકો સાથે જોવા મળી રહ્યા છે.

‘કોફી વિથ કરણ 7’ લાવી રહ્યા છે કરણ: કરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 7 જુલાઈથી કરણનો ટોક શો ‘કોફી વિથ કરણ 7’ શરૂ થવા જઈ રહ્યો છે. આ શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવશે. આ વખતે પણ ઘણા બોલિવૂડ સેલેબ્સ કરણના શોમાં શામેલ થશે.