જન્મદિવસ પર કરણ જોહરે વરૂણ ધવનને આપી આ ખાસ સલાહ, કહ્યું- પૈસા ઓછા લો, એક્ટિંગ વધુ કરો પરંતુ…….

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા વરુણ ધવન 24 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ વર્ષે અભિનેતા 35 વર્ષના થઈ ગયા છે. વરુણ ધવનનો જન્મ 24 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. વરુણ ધવનને સોશિયલ મીડિયા પર તેના ચાહકો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સાથે જ બીજી તરફ વરુણને બોલિવૂડ કલાકારો પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન હિન્દી સિનેમાના લોકપ્રિય ડિરેક્ટર કરણ જોહરે પણ વરુણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને અભિનેતા માટે કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક રમૂજી પોસ્ટ શેર કરી છે.

કરણ જોહર હિન્દી સિનેમાના લોકપ્રિય અને ચર્ચિત કલાકારો સાથે એક ખાસ સંબંધ શેર કરે છે. વરુણ અને કરણ વચ્ચે પણ સારો બોન્ડિંગ છે. વરુણને 35માં જન્મદિવસની શુભેચ્છા કરણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરીને વરુણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તસવીર શેર કરવાની સાથે કેપ્શનમાં કરણે લખ્યું છે કે, “ચાલો થોડી પબ્લિસિટી પણ થઈ જાય અને લગે હાથ શુભકામના વાળું વિશ પણ આપી જ દવ.”

આગળ, કરણ જોહરે લખ્યું છે કે, “હેપ્પી બર્થડે વરુણ ઉર્ફ કુકુ! જુગજુગ જિયો, તુમ જિયો હજારો સાલ, બોક્સ ઓફિસ પર મચાવો ધૂમ, પૈસા ઓછા લો એક્ટિંગ વધુ કરો નહિં તો બિચારા પ્રોડ્યૂસરને ક્યારે ફાયદો થશે. દિલ કે બડે હો તુમ, ભેડિયા જંગલ કે, આઈ લવ યૂ મારા વિદ્યાર્થી અત્યારે અને રોજબરોજ! મારા પ્રિય માટે વધુ એક વખત જુગ જુગ જિયો.”

કરણની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના પર કમેંટ કરતાં પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ ડિરેક્ટર ફરાહ ખાન કુંદરે લખ્યું છે કે, “અનુ મલિકને સખત ટક્કર!! જન્મદિવસની શુભેચ્છાઓ વરુણ ધવન.” અભિનેતા સંજય કપૂરે લખ્યું છે કે, “જન્મદિવસની શુભેચ્છાઓ વરુણ ધવન”. કરણની આ પોસ્ટ પર વરુણે પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે ‘કરણ’ અને આગળ ત્રણ હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યા છે.

વરૂણ એ પણ જન્મદિવસ પર શેર કરી પોસ્ટ: પોતાના 35માં જન્મદિવસના પ્રસંગ પર વરુણ ધવને પણ સોશિયલ મીડિયા પરથી એક પોસ્ટ શેર કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “આ મારી સ્વીટ 16 નથી, પરંતુ હું આ જન્મદિવસ પર કામ કરીને ખૂબ જ ખુશ છું. છેલ્લા 2 જન્મદિવસ પર હું ઘર પર હતો, પરંતુ આ વખતે સવારે 5:30 વાગ્યે ઉઠીને હંગામાના સેટ પર નિતેશ તિવારીને જાણ કરવી સુંદર છે.”