રણબીર પર કરણ જોહર એ કંઈક આ રૂતે લૂંટાવ્યો પ્રેમ, કહ્યું- હવેથી તમે મારા જમાઈ છો, આલિયા વિશે કહી આ મોટી વાત

બોલિવુડ

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે મુંબઈમાં સુંદર સ્ટાઈલમાં લગ્ન કરી લીધા છે. ગુરુવારે સાંજે બંને પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્નમાં બોલિવૂડના કેટલાક મોટા નામ શામેલ થયા હતા. પરિવારની બહારના લોકોમાં ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર મુખ્ય રીતે શામેલ રહ્યા.

જણાવી દઈએ કે કરણ જોહરનો ભટ્ટ અને કપૂર બંને પરિવાર સાથે સારો સંબંધ છે. સાથે જ કરણ જોહર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે પણ ખાસ સંબંધ શેર કરે છે. રણબીર અને આલિયાના લગ્નમાં કરણે મુખ્ય રીતે પોતાની હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા દ્વારા, રણબીર અને આલિયાને બોલિવૂડના ઘણા સેલેબ્સે પોતાના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા છે. જ્યારે કરણે પણ સોશિયલ મીડિયા પર બંને માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. કરણ પહેલા તો આ કપલના લગ્નમાં શામેલ રહ્યા, પછી તેમણે સોશિયલ મીડિયા પર બંનેને શુભેચ્છા પાઠવી છે.

કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રણબીર અને આલિયાના લગ્નની તસવીરો શેર કરી છે અને તેમના માટે એક ખાસ નોટ પણ લખી છે. કરણે ઈન્સ્ટાગ્રામ પરથી કુલ સાત તસવીરો શેર કરી છે. તેમાંથી છ તસવીરો આલિયા અને રણબીરની છે જ્યારે એક તસવીરમાં કરણ આલિયા અને રણબીર સાથે જોવા મળી રહ્યો છે. કરણે આલિયાને પોતાની પુત્રી જણાવી છે જ્યારે રણબીર તેનો જમાઈ રાજા જણાવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવાની સાથે કરણ જોહરે કેપ્શનમાં લખ્યું છે કે, “આ એ દિવસ છે જેના માટે આપણે જીવીએ છીએ…જ્યાં પરિવાર, પ્રેમ અને સંપૂર્ણ લાગણીનું સૌથી સુંદર મિશ્રણ છે… અભિભૂત અને મારા દિલમાં પ્રેમથી ભરપૂર…મારા પ્રિય @aliaabhatt આ એટલું સુંદર જીવન પગલું છે અને મારો પ્રેમ અને આશીર્વાદ તમારી સાથે દરેક જગ્યાએ છે…રણબીર! હું તમને પ્રેમ કરું છું…અત્યારે અને હંમેશ માટે! તમે હવે મારા જમાઈ છો. અભિનંદન અને દાયકાઓની ખુશીઓ.”

કરણ દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 7 લાખ 47 હજારથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા લાઈક કરવામાં આવી છે. સાથે જ તેના પર ઘણી કમેંટ પણ આવી રહી છે.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આલિયા અને રણબીરને પોતાના લગ્ન માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. સાથે જ એક યુઝરે લખ્યું છે કે, “ભગવાન તમને ખુશ રાખે”. સાથે જ એક યુઝરે કોમેન્ટ કરી છે કે, “લવ યુ સર”. ઘણા ચાહકોએ ફાયર અને હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યું છે.