જાણો કોણ છે ‘બેધડક’ ના આ 3 નવા ચેહરા જે કરણ જોહર દ્વારા થશે લોન્ચ

બોલિવુડ

બોલિવૂડ સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર કરણ જોહર સ્ટારકિડ્સ લોન્ચ કરવા માટે જાણીતા છે. જેમ કે કરણ જોહર વરુણ ધવન, આલિયા ભટ્ટથી લઈને જાન્હવી કપૂર સુધીના કલાકારોને લોન્ચ કરી ચુક્યા છે. હવે ટૂંક સમયમાં જ તે પોતાની આગામી ફિલ્મ ‘બેધડક’ દ્વારા ત્રણ સ્ટાર્સને લોન્ચ કરવા જઈ રહ્યા છે જેની ચર્ચા સતત થઈ રહી છે. જણાવી દઈએ કે, કરણ જોહર શનાયા કપૂર, લક્ષ્ય લાલવાની અને ગુરફતેહ પીરઝાદાને પોતાની આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરાવવા જઈ રહ્યા છે.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવી તિકડી જોવા મળી હતી, તે જ રીતે ફરી એક વખત કરણ જોહર તિકડી લઈને આવી રહ્યા છે. જણાવી દઈએ કે, લક્ષ લાલવાની આ પહેલા પણ ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સાથે જ શનાયા કપૂર પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરની ભત્રીજી એટલે કે અભિનેતા સંજય કપૂરની પુત્રી છે. સાથે જ ગુરફતેહ પીરઝાદા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ કોણ છે ગુરફતેહ પીરઝાદા?

29 ઓક્ટોબર 1996ના રોજ ચંદીગઢમાં જન્મેલા ગુરફતેહ પીરઝાદા સાઉથ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી મેહરીન પીરઝાદાના ભાઈ છે. જણાવી દઈએ કે, મેહરીન અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ સાથે મસ્તી ભરેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

ગુરફતેહ પીરઝાદાએ પોતાનું સ્કૂલિંગ ગુરુગ્રામ નીપાથવેઝ વર્લ્ડ સ્કૂલ અરાવલીથી કર્યું છે. આ ઉપરાંત તેમણે પોતાનું ગ્રેજ્યુએશન શોભિત યુનિવર્સિટી મેરઠથી પૂરું કર્યું, જ્યારે મુંબઈના ધ જેફ ગોલ્ડબર્ગ સ્ટુડિયોથી તેમણે એક્ટિંગની કળા શીખી.

ખૂબ ઓછા લોકો જાણે છે કે ગુરફતેહ પીરઝાદા આ પહેલા પણ એક્ટિંગમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. ખરેખર તેમણે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘ગિલ્ટી’માં કામ કર્યું છે.

આ ફિલ્મમાં તે પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણી સાથે મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગુરફતેહ પીરઝાદા એડવર્ટાઇઝિંગ અને મોડલિંગ પણ કરી ચુક્યા છે. છેલ્લી વખત ગુરફતેહ પીરઝાદા પ્રખ્યાત સિંગર ધ્વની ભાનુશાલી સાથે ‘મેહંદી’ ગીતમાં જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે, કરણ જોહરના ધર્મા પ્રોડક્શને તાજેતરમાં જ ‘બેધડક’નું પોસ્ટર શેર કર્યું છે અને આ ત્રણ પાત્રો વિશે શેર કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં શનાયા કપૂર ‘નિમૃત’ નું પાત્ર નિભાવશે તો લક્ષ્ય લાલવાણી ‘કરણ’ના પાત્રમાં જોવા મળશે, જ્યારે ગુરફતેહ પીરઝાદા ‘અંગદ’ના પાત્રમાં જોવા મળશે.

સાથે જ રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત કરણ જોહરે હજુ સુધી પોતાની ફિલ્મની સ્ટોરી વિશે કોઈ વાત નથી કરી. હવે જોવાનું એ રહેશે કે કરણ જોહરની આ તિકડી કમાલ કરી શકે છે કે નહીં? જોકે ચાહકો તેની આ નવી ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.