‘કુંડલી ભાગ્ય’ માં કરણ લૂથરાનું પાત્ર નિભાવતા ધીરજ ધૂપર એ શો ને કહ્યું અલવિદા, જાણો તેનું કારણ

બોલિવુડ

લોકપ્રિય ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. શોમાં કરણ લુથરાનું મુખ્ય પાત્ર નિભાવનાર ધીરજ ધૂપરે શોને અલવિદા કહી દીધું છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ધીરજ ધૂપરે શો છોડી દીધો હોવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હંમેશા આવા સમાચારોને અફવા તરીકે અવગણવામાં આવતા હતા, પરંતુ આ વખતે શોના મુખ્ય અભિનેતા વિશે અપડેટ બિલકુલ સાચું છે. તે કંફર્મ થઈ ચુક્યું છે કે ‘કુંડલી ભાગ્ય’ માં કરણ લુથરાનું પાત્ર નિભાવનાર ધીરજ શોને અલવિદા કહી ચુક્યા છે.

‘કુંડલી ભાગ્ય’ ટેલિવિઝનનો એક લોકપ્રિય શો છે, જેમાં કરણ લુથરાની ભૂમિકા નિભાવીને ધીરજે ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી હતી. 5 વર્ષ પછી હવે ધીરજે શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ધીરજ ધૂપર વિશેના આ સમાચારે ખબર નહીં કેટલા લોકોના દિલ તોડી નાખ્યા છે. પરંતુ સત્ય કહીએ તો અભિનેતા માટે પણ આ કરવું સરળ ન હતું.

ETimes ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ધીરજે આ વિશે વાત કરતા જણાવ્યું કે મેકર્સ સાથે વાત કર્યા પછી તેણે શોમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો. તે કહે છે કે કુંડલી ભાગ્યને કારણે તેને નામ, ખ્યાતિ અને સ્ટારડમ મળ્યું છે. આગળ તે કહે છે કે તેને તેના પાત્ર સાથે પણ ઘણો લગાવ હતો. પરંતુ શોમાંથી આગળ વધવું એ સ્ક્રિપ્ટ અને સમયની જરૂરિયાત હતી, જેના કારણે તેણે વાતચીત પછી શોને અલવિદા કહી દીધું.

શો છોડવાની સાથે જ ધીરજ ધૂપરે શોની પ્રોડ્યૂસર એકતા કપૂરનો પણ આભાર માન્યો છે. તે કહે છે કે હું પોતે માની શકતો નથી કે મેં શો છોડી દીધો છે. ધીરજ જણાવે છે કે તે રિયલ લાઈફમાં કુંડલી ભાગ્યના કરણ જેવા છે. એટલા માટે તે ક્યારેય શક્ય નથી કે તે પોતાના પાત્ર (કરણ)થી દૂર રહી શકે. ધીરજ કહે છે કે તેણે ભારે મન સાથે શો છોડી દીધો છે, પરંતુ આ તે સમય છે જ્યારે તે તેની નવી સફર શરૂ કરી શકે છે. તેથી જ તેને કુંડલી ભાગ્યમાંથી બહાર આવવું પડ્યું.