ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. જણાવી દઈએ કે બિગ બોસ-14ના ઘરમાંથી બહાર આવ્યા પછી તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા અવારનવાર લાઇમલાઇટમાં રહેવા લાગ્યા છે. સાથે જ ચાહકો પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, ચાહકો ઇચ્છે છે કે તેજસ્વી અને કરણ કુન્દ્રા ટૂંક સમયમાં જ લગ્ન કરી લે. આ દરમિયાન, કરણ અને તેજસ્વીએ સાથે મળીને દુબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું છે, જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તો ચાલો જોઈએ આ કપલના નવા ઘરની પહેલી ઝલક.
અભિનેત્રીએ શેર કર્યો ઘરનો વીડિયો: જણાવી દઈએ કે, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશનું આ ઘર દુબઈમાં છે જે ખૂબ જ લક્ઝરી છે જેમાં દરેક ચીજ ખૂબ જ યૂનિક છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેણે પોતાના ઘરનો દરેક ખુણો ચાહકોને બતાવ્યો છે. આ ઘરમાં બાલ્કનીથી લઈને પ્રાઈવેટ પૂલ સુધી બધું જ છે. આ ઉપરાંત ઘરનો લિવિંગ એરિયા પણ ખૂબ જ સુંદર છે અને તેમાં ખૂબ જ અનોખી રીતે ઈંટીરિયર કરવામાં આવ્યું છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીના આ નવા ઘરને વ્હાઈટ થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઘરની દિવાલો બ્લુ પીચથી તૈયાર કરવામાં આવી છે. સાથે જ બ્લેક કલરના પડદાને એક અલગ ટચ આપવામાં આવ્યો છે. આ સાથે ઘરમાં કિંગ સાઈઝની ખુરશીઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત કપલનો બેડરૂમ પણ ખૂબ લક્ઝુરિયસ છે. આ સાથે આ ઘરમાં એક મોડ્યુલર કિચન પણ છે જેમાં જરૂરી તમામ ચીજો હાજર છે.
View this post on Instagram
તેજસ્વીએ આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “દુબઈમાં અમારા નવા ઘરમાં તમારું સ્વાગત છે! અમને આ ઘોષણા કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે કરણ અને મેં @danubeproperties સાથે અમારા ડ્રીમ હોમમાં રોકાણ કર્યું છે. આ દુબઈની મધ્યમાં એક અદ્ભુત એપાર્ટમેન્ટ છે અને સૌથી સારી વાત એ છે કે તે સંપૂર્ણ રીતે ફર્નિશ છે તેથી અમારે બસ પોતાનો સામાન પેક કરવાનો છે અને જ્યારે પણ દુબઈ જઈએ ત્યારે અહીં રહેવાનું છે.”
બિગ બોસથી શરૂ થઈ લવ સ્ટોરી: જણાવી દઈએ કે, કરણ કુન્દ્રા અને તેજસ્વીની લવ સ્ટોરી સલમાન ખાનના શો બિગ બોસ-14 થી શરૂ થઈ હતી. અહીં આ મિત્રતા શરૂ થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. કરણે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. સાથે જ તેજસ્વીએ તેની કારકિર્દીમાં ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.