કરણ કુંદ્રા એ દુબઈમાં ખરીદ્યું લક્ઝરી ઘર, કિંમત છે આટલા અધધધ કરોડ, પોતાની લેડી લવ સાથે થશે શિફ્ટ!

બોલિવુડ

બિગ બોસ 15માં ફાઇનલ સુધી પહોંચીને ધમાકો કરનાર કરણ કુન્દ્રા આ સમયે પૂરા ફોર્મમાં છે. આ શો પછી તેમની પાસે કામની લાઈન લાગી ગઈ છે. કામ વધ્યું તો કમાણી પણ અનેક ગણી વધી ગઈ છે અને તેઓ પોતાના તમામ સપનાઓ પૂરા કરવા તૈયાર થઈ ગયા છે. સમાચાર છે કે તેમણે મુંબઈમાં પોતાનું નવું ડ્રીમ હોમ ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં છે.

બિગ બોસ 15 પછી લોકો ટીવી અભિનેતા કરણ કુન્દ્રાને ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમને કંગના રનૌતના શો લોક અપમાં જેલર તરીકે પણ લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. આ સાથે જ કરણ શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ ને પણ હોસ્ટ કરી રહ્યા છે. એક પછી એક પ્રોજેક્ટમાં વ્યસ્ત કરણ માટે એ કહેવું ખોટું નહીં હોય કે બિગ બોસ 15 પછીથી તેમની પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી ગઈ છે. પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહેલા કરણ કુન્દ્રાએ તાજેતરમાં જ મુંબઈમાં પોતાનું સપનાનું નવું ઘર ખરીદ્યું છે, જેમાં તે ટૂંક સમયમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે.

કરણ કુન્દ્રા વિશે એવી ચર્ચા છે કે તેમણે મુંબઈના બાંદ્રામાં એક લક્ઝરી બિલ્ડિંગમાં સુંદર ફ્લેટનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કરણનો આ એપાર્ટમેન્ટ સી ફેસિંગ છે અને તેના એપાર્ટમેન્ટમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. સી ફેસિંગ હોવાની સાથે-સાથે, ઘરમાં પ્રાઈવેટ લિફ્ટ અને સ્વિમિંગ પૂલ છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra) 

આટલી છે ઘરની કિંમત: કરણના આ નવા ઘરની કિંમત કરોડોમાં છે રિપોર્ટ્સનું માનીએ તો તેમણે આ ફ્લેટ 20 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ છેલ્લા કેટલાક મહિનાઓથી એક સારા ઘરની શોધમાં હતા અને હવે તેને આ સપનાનું ઘર મળી ગયું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ તે જ એપાર્ટમેન્ટ છે જે તેમણે ખરીદ્યો છે. આ વીડિયોમાં તેના પિતા જોવા મળી રહ્યા છે.

લેડી લવ સાથે થશે શિફ્ટ! નવા ઘરના સમાચાર જેવા ચાહકોને મળ્યા, ત્યારથી તેઓ એ અંદાજ લગાવી રહ્યા છે કે કરણ કુન્દ્રા ટૂંક સમયમાં પોતાની લેડી લવ તેજસ્વી પ્રકાશ સાથે શિફ્ટ થઈ જશે. જો કે અત્યારે અભિનેતા તરફથી તેના વિશે કોઈ નિવેદન આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી ચાહકોને પસંદ આવે છે. બિગ બોસ 15માં બનેલી આ જોડીને તેમના ચાહકો પ્રેમથી ‘તેજરન’ પણ કહે છે. આ કપલ શોમાંથી બહાર આવ્યા પછી પણ સાથે છે અને ઘણી વખત પૈપરાઝી બંનેને એકસાથે સ્પોટ પણ કરે છે.