હિન્દી સિનેમાના મોટા સ્ટાર્સ પાસે પોતાનું વેનિટી વેન હોવું આજના સમયમાં સામાન્ય વાત છે. અક્ષય કુમાર, અજય દેવગણથી લઈને શાહરૂખ ખાન, સલમાન પાસે પોતાનું વેનિટી વેન છે. આ સ્ટાર્સના વેનિટી વેનની કિંમત કરોડોમાં છે. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર પાસે પણ પોતાનું વેનિટી વેન છે.
કરણ જોહર હિન્દી સિનેમાના એક શ્રેષ્ઠ નિર્દેશક છે. લગભગ અઢી દાયકાથી કરણ બોલિવૂડ સાથે જોડાયેલા છે. પોતાની લાંબી કારકિર્દીમાં, તેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે. આ દરમિયાન કરણે સારી કમાણી પણ કરી છે. તેમની પાસે સુખ-સુવિધાની દરેક ચીજ છે.
કરણ પાસે પોતાની એક લક્ઝરી વેનિટી વેન પણ છે. તાજેતરમાં જ ડિરેક્ટરે પોતાની વેનિટી વેનની ઝલક બતાવી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા કરણે તાજેતરમાં જ પોતાની વેનિટી વેનની એક ઝલક બતાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં જ કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેમણે વિડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “મારી આ જગ્યાની અંદર બધું જ છે. મને બોલાવે છે”. આ વીડિયોમાં કરણ પણ જોવા મળી રહ્યા છે અને તે જણાવી રહ્યા છે કે તેમને અહીં કઈ પાંચ ચીજોની જરૂર હોય છે.
View this post on Instagram
કરણની વેનિટી વેન ખૂબ જ લક્ઝુરિયસ છે. અંદરનો નજારો એવો લાગી રહ્યો છે કે જાણે તેના ઘરનો વિડીયો હોય. તેમાં તેમની ઘણી બધી ચીજો જોવા મળી રહી છે. આ વિડિયો જરૂર નાનો છે પરંતુ તેમાં ઘણું બધું જોવા મળે છે. કરણ વીડિયોમાં કહી રહ્યા છે કે વેનિટી નો અર્થ વેનિટી. અહીં ઘણી વેનિટી ચીજો છે. મને મારા ચશ્મા રાખવા માટે ઘણી જગ્યાની જરૂર હોય છે. મને મારી રિંગ્સ અને એસેસરીઝ માટે પણ જગ્યાની જરૂર હોય છે.
કરણે વધુમાં કહ્યું, “મને વેનિટીમાં આરામદાયક કુશન પણ જોઈએ, જે પ્રોડક્શન ડિઝાઇનર અમૃતાએ ડિઝાઇન કર્યા છે મારા સ્વેટશર્ટમાંથી. તેણે મારા ઘણા સ્વેટશર્ટ ફાડી નાખ્યા છે અને તેમાંથી આ અદ્ભુત કુશન બનાવ્યા છે. આ ઉપરાંત મને મારા જેકેટ્સ માટે પણ જગ્યાની જરૂર હોય છે. આ ઉપરાંત કોફી મશીન પણ, કારણ કે કેટલાક મેહમાનો આવે છે અને તેમને કોફી પસંદ હોય છે.
‘ઝલક દિખલા જા 10’માં જજ તરીકે જોવા મળ્યા કરણ: કરણ જોહર તાજેતરમાં પૂર્ણ થયેલા ડાન્સ શો ‘ઝલક દિખલા જા 10’માં જોવા મળ્યા હતા. આ શો ને 8 વર્ષના ગુંજન સિન્હા અને 12 વર્ષના તેજસ વર્માએ જીત્યો છે.