કરણ જોહરને પોતાના ‘ગોડફાધર’ માને છે આ 8 સ્ટાર, કરણ તેમના માથા પર હાથ રાખત તો થઈ જાત ફ્લોપ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

કહેવાય છે કે જો તમે બોલિવૂડની દુનિયામાં ચમકતા સ્ટાર બનવા ઈચ્છો છો તો તમારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ ગોડફાધર જરૂર હોવા જોઈએ. કોઈ એવી વ્યક્તિ જેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ઓળખ હોય અને જે એક સફળ વ્યક્તિ પણ હોય. કરણ જોહર આ ખુરશી પર બિલકુલ ફિટ બેસે છે. તે એક સફળ ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમનું ધર્મા પ્રોડક્શન દર વર્ષે ફિલ્મો રિલીઝ કરે છે. આ ઉપરાંત કરણ એકવાર જેને લોન્ચ કરે છે, તે લોકોની વચ્ચે પ્રખ્યાત થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે કરણ જોહરને પોતાના ગોડફાધર માને છે. જો કરણે તેમના માથા પર હાથ ન રાખ્યો હોત તો કદાચ આજે તે સફળ ન થઈ શક્યા હોત.

આલિયા ભટ્ટ: કરણ આલિયાને પોતાની પુત્રીની જેમ માને છે. કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (2012) ફિલ્મથી જ આલિયા ભટ્ટે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી આલિયાની કારકિર્દી ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન કરણ આલિયાને યોગ્ય ગાઈડલાઈન્સ પણ આપતા રહ્યા.

વરુણ ધવન: વરુણને બોલિવૂડમાં સ્ટાર બનાવવા પાછળ કરણની મુખ્ય ભુમિકા રહી છે. વરુણે પોતાની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ કરી હતી. આ ઉપરાંત તે કરણની હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા અને કલંક જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા: કરણની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મથી સિદ્ધાર્થે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ વાત તો તમે બધા જાણો છો. પરંતુ તમે કદાચ એ નહીં જાણતા હોય કે સિદ્ધાર્થ આ પહેલા કરણ સાથે ‘માય નેમ ઈઝ ખાન’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચુક્યા છે.

તારા સુતરીયા: તારાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે કરણ જ હતા જેમને પોતાની આ ફિલ્મમાં તારા ને મોટો બ્રેક આપ્યો.

અનન્યા પાંડે: તારાની જેમ જ અનન્યા પાંડેની કારકિર્દીની શરૂઆત પણ કરણે પોતાની ‘સ્ટૂડંટ ઓફ ધ યર 2’ ફિલ્મ દ્વારા કરી હતી.

જાન્હવી કપૂર: શ્રીદેવીની પુત્રી જાન્હવી માત્ર એક જ ફિલ્મ ‘ધડક’ કરીને ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. તેનો તમામ શ્રેય કરણ જોહરને જ જાય છે, જેમણે જાન્હવીને પોતાની પુત્રીની જેમ માર્ગદર્શન આપ્યું અને પોતાના ધર્મા પ્રોડક્શનની ધડક દ્વારા પ્રખ્યાત કરી.

કરણ મલ્હોત્રા: માત્ર અભિનેતાઓ માટે જ નહીં પરંતુ ઘણા ડાયરેક્ટર માટે પણ કરણ ગોડફાધર સાબિત થયા છે. ઉદાહરણ તરીકે, કરણ મલ્હોત્રાએ જોધા અકબર, માય નેમ ઈઝ ખાન, જાન એ મન અને બ્રધર્સ જેવી ફિલ્મોમાં કરણ જોહરને મદદ કરી હતી. ત્યાર પછી કરણે તેને પોતાના ધર્મા પ્રોડક્શનની મોટી ફિલ્મ ‘અગ્નિપથ’ ડાયરેક્ટ કરવાની મોટી તક આપી. તે જ રીતે સોનમ નાયર અને પુનિત મલ્હોત્રાએ પણ કરણની ગાઈડલાઈનમાં પોતાનું ડાયરેક્ટર ડેબ્યૂ કર્યું.

અયાન મુખર્જી: કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોમાં અયાનને કરણે આસિસ્ટ કર્યો હતો. ત્યાર પછી તેણે ધર્મા પ્રોડક્શનની યે જવાની હૈ દીવાની જેવી સુપરહિટ ફિલ્મ ડિરેક્ટ કરી. હાલમાં અયાન મુખર્જી રણબીર આલિયાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ હેંડલ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે.