જૂહી ચાવલાની જેમ કરણ જોહર એ પણ ‘ઘૂંઘટ કી આડ’ ગીત પર કર્યો ડાંસ, પરિણીતિ રહી ગઈ શોક્ડ, જુવો તેનો આ ડાંસ વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર કરણ જોહર, દિગ્ગઝ અભિનેતા મિથુન ચક્રવર્તી અને અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં નાના પડદાના રિયાલિટી શો ‘હુનરબાઝઃ દેશ કી શાન’ને જજ કરી રહ્યા છે. તાજેતરમાં શરૂ થયેલા આ શોમાં આ ત્રણેય મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી રહ્યા છે.

‘હુનરબાઝઃ દેશ કી શાન’ શોમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા હોસ્ટની ભુમિકામાં જોવા મળી રહ્યા છે. આ શો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ચુક્યો છે. તેના પર દેશના ખૂણે-ખૂણેથી સ્પર્ધકો પોતાનું ટેલેંટ બતાવી રહ્યા છે, સાથે જ અવારનવાર શોના જજ પણ કંઈક એવું કરે છે કે તે દર્શકોનું ધ્યાન ખેંચે છે.

‘હુનરબાઝઃ દેશ કી શાન’માં મહેમાન તરીકે ફિલ્મી સેલિબ્રિટીઓ પણ શામેલ થાય છે. તાજેતરમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અભિનેત્રી કૃતિ સેનન સાથે પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ના પ્રમોશન માટે પહોંચ્યા હતા, જ્યારે હવે શો પર દિગ્ગઝ સિંગર કુમાર સાનુ આ શોમાં જોવા મળવાના છે.

શનિવાર અને રવિવારની રાત્રે ટીવી પર પ્રસારિત થતા ‘હુનરબાઝઃ દેશ કી શાન’ના નવા એપિસોડમાં કુમાર સાનુ જોવા મળશેશે. કલર્સ ટીવી પર આવતા આ શોનો એક પ્રોમો વીડિયો કલર્સ ટીવી એ પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પરથી શેર કર્યો છે, જેમાં કરણ જોહર કુમાર સાનુ દ્વારા ગાયેલા ગીત ‘ઘૂંઘટ કી આડ સે’ પર ડાન્સ કરી રહ્યા છે.

પ્રોમો વિડિયો શેર કરતાં, કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ પરથી કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “કરણના ઠુમકા જોઈને શું તમે પણ વગાડી સીટી? આ તો માત્ર એક ઝલક છે, તેમના સંપૂર્ણ પ્રદર્શનને કરો એંજોય. આ વીકેંડ શનિવાર-રવિવાર. જુવો જરૂર, હુનરબાઝ, દેશ કી શાન, આ વીકેંડ શનિવાર-રવિવાર, માત્ર કલર્સ ચેનલ પર. સોશિયલ મીડિયા પર કરણનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કરણનો ડાન્સ જોઈને મિથુન, કુમાર સાનુ અને પરિણીતી ત્રણેય આશ્ચર્યચકિત થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv) 

મિથુન-કુમાર-પરિણીતીએ એંજોય કર્યો કરણનો ડાંસ: મિથુન ચક્રવર્તી મૌન સાથે કરણ જોહરનો ડાન્સ જોઈ રહ્યા છે. તે પોતાનો એક હાથ ઊંચો કરીને તેની પ્રશંસા કરે છે. સાથે જ કુમાર સાનુ કરણનો ડાન્સ જોઈને કહે છે વાહ શું વાત છે? જ્યારે પરિણીતી કરણનો ડાંસ જોઈને પોતાની સીટ પરથી ઉભી થઈ જાય છે અને આ દરમિયાન તે ખૂબ જ ખુશ જોવા મળે છે. પરિણીતી પણ પોતાની સીટ પરથી ઉભી થાય છે અને તે જ જગ્યા પર કરણનો સાથ આપતા ડાન્સ કરવા લાગે છે.

કરણ જોહરના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 65 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. બીજી તરફ એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, “આગલા વર્ષે મહેનત કર્યા પછી આવજો”. એક યુઝરે લખ્યું કે, “ખૂબ જ સિમ્પલ ડાન્સ. ખૂબ જ સારું લાગ્યું.” આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું છે કે, “આવી ગયા પોતાના અસલી સ્વરૂપમાં”.

તમને જણાવી દઈએ કે કુમાર સાનુની ગણતરી હિન્દી સિનેમાના દિગ્ગજ સિંગરોમાં થાય છે. 90ના દાયકામાં તેણે બોલિવૂડ પર રાજ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમણે એકથી એક ચઢિયાતા રોમેન્ટિક ગીત ગાયા. ‘ઘુંઘાટ કી આડ સે’ ગીત તેમણે હમણાં જ ગાયું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આલી ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’નું ગીત છે કે જે વર્ષ 1993 માં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા જુહી ચાવલા અને આમિર ખાને નિભાવી હતી.