14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા પછીથી અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સતત ચર્ચામાં છે. બંને કલાકારોના લગ્ન રણબીરના ઘર વાસ્તુ પર મિત્રો, પરિવારના સભ્યો અને સંબંધીઓ વચ્ચે પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા હતા.
રણબીર અને આલિયાના લગ્ન આ પહેલા 2020માં લગ્ન થવાના હતા પરંતુ કોરોના મહામારીના કારણે આ કપલના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. જોકે કપલે હવે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લગ્ન કર્યા ત્યારે પણ કપલે 50થી વધુ મહેમાનોને આમંત્રિત નથી કર્યા.
રણબીર અને આલિયાના લગ્નમાં ભટ્ટ અને કપૂર પરિવાર ઉપરાંત કપલના મિત્રો, નજીકના સંબંધીઓ અને બોલિવૂડના કેટલાક સ્ટાર્સ શામેલ થયા હતા. સાથે જ શનિવારે રાત્રે રણબીર અને આલિયાનું વેડિંગ રિસેપ્શન પણ રણબીરના ઘર પર રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં આમિર ખાન અને શાહરૂખ ખાન પણ પહોંચ્યા હતા.
રણબીર અને આલિયાના લગ્ન અને વેડિંગ રિસેપ્શનમાં પણ વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જણાવી દઈએ કે લગ્નના બંધનમાં બંધાયા પછી રણબીર અને આલિયા મીડિયા સાથે રૂબરૂ થયા હતા, સાથે જ મીડિયામાં કપૂર પરિવારે લગ્ન પછી મીઠાઈ પણ વહેંચી હતી. જ્યારે હવે કપૂર પરિવાર તરફથી કિન્નરોને શુકન આપવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે રણબીર અને આલિયાના ઘરની બહાર કેટલાક કિન્નર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક કિન્નર તો ડાન્સ પણ કરવા લાગે છે.
View this post on Instagram
કિન્નર રણબીર અને આલિયાને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. ઘણા કિન્નરો રણબીર અને આલિયાના ઘરના મુખ્ય દરવાજા પર જોવા મળી રહ્યા છે. કિન્નરોને કપૂર પરિવાર તરફથી શગુન તરીકે ઘણા પૈસા આપવામાં આવ્યા હતા, જોકે કિન્નરોએ તે પૈસા ન લીધા. ત્યાર પછી તેમણે ત્રણ ગણુ શગુન માંગ્યું હતું.
કપૂર પરિવારે કિન્નરોની માંગ પૂરી કરી અને પછી કપૂર પરિવારે કિન્નરોને ત્રણ ગણી મોટી રકમ શગુન તરીકે આપી. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા કપૂર પરિવારે કિન્નરોને ત્રીસ હજાર રૂપિયા આપ્યા હતા, જોકે પછી કિન્નરોની માંગ પછી તેમને કપૂર પરિવારે 90 હજાર રૂપિયા આપ્યા.
13 એપ્રિલે કરવામાં આવી હતી સગાઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નના એક દિવસ પહેલા એટલે કે 13 એપ્રિલે સગાઈ કરી હતી. તે જ દિવસે કપલની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની પણ હતી.