બોલિવૂડ સ્ટાર્સે કપિલ શર્માના પુત્રને આપી સૌથી મોંઘી ગિફ્ટ, જાણો કોણે શું આપ્યું?

બોલિવુડ

વર્ષ 2021 બોલિવૂડની દુનિયા માટે ભગવાનના આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે. જ્યારે એક તરફ સ્ટાર્સ લગ્ન કરી રહ્યા છે, તો બીજી તરફ સેલેબ્સ માતા-પિતા બનવાના સારા સમાચાર ચાહકો સાથે શેર કરી રહ્યા છે. તેમાં આપણા ફેવરિટ કપિલ શર્મા પણ છે, જે હાલમાં જ એક પુત્રના પિતા બન્યા છે. ગિન્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. જોકે અભિનેતા પહેલાથી જ એક પુત્રીના પિતા છે, પરંતુ હવે તેના ઘરમાં ખુશીઓનું સતત વાતાવરણ છવાયેલું છે. આ વાતની જાણકારી કપિલ શર્માએ પોતે જ સોશિયલ મીડિયા પર ચાહકોને આપી હતી ત્યાર પછીથી ચાહકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આટલું જ નહિં પરંતુ બોલીવુડ સ્લેબ્સ પણ તેમની ખુશીમાં શામેલ થઈ રહ્યા છે. અને નાના મહેમાન માટે સુંદર ગિફ્ટ મોકલી રહ્યા છે. ચાલો જાણીએ ફિલ્મી સ્ટાર્સે નાના મહેમાનને શું ગિફ્ટ આપી છે.

સલમાન ખાન: જેમ આપણે બધા જાણીએ છીએ તેમ સલમાન ખાન અને કપિલ શર્મા ખૂબ સારા મિત્રો છે. આવી સ્થિતિમાં, સલ્લુ ભાઈએ પોતાના મિત્રના પુત્રને જન્મના ખાસ પ્રસંગે એક ખૂબ જ સુંદર ગોલ્ડ પ્લેટેડ કસ્ટમાઈઝ્ડ ટૉય કર ગિફ્ટ તરીકે આપી છે. અને જો આપણે આ કારની કિંમત વિશે વાત કરીએ, તો તેની કિંમત ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે.

નેહા કક્કર: તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી બોલીવુડ પ્રખ્યાત સિંગર નેહા કક્કર અને કપિલ શર્મા એકબીજાની ખૂબ નજીક છે. બંનેનો સંબંધ ભાઈ-બહેન જેવો છે. આવી સ્થિતિમાં કપિલ શર્માના પુત્ર માટે નેહાએ ફઈ બનીને એક ખૂબ જ સુંદર ડાયમંડ રિંગ બનાવડાવી છે. આ રિંગની કિંમત 5 લાખ રૂપિયા છે.

શાહરૂખ ખાન: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના રાજા ઉર્ફ શાહરૂખ ખાનને કોણ નથી જાણતું? તે જેની સાથે મિત્રતા કરે છે, તેને સારી રીતે નિભાવે પણ છે. શાહરૂખ અને કપિલ ઘણા સારા મિત્રો છે. આવી સ્થિતિમાં તેણે કપિલ શર્માના પુત્ર માટે એક ગોલ્ડ બ્રેસલેટ મોકલાવ્યું છે. આ બ્રેસલેટની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.

નોરા ફતેહી: નોરા આજના સમયમાં બોલિવૂડ ક્વીન બની ચુકી છે, જેને લોકો ‘દિલબર ગર્લ’ તરીકે પણ ઓળખે છે. નોરા ફતેહી અને કપિલ શર્માની મિત્રતાનો બોન્ડ ખૂબ ઉંડો છે. આવી સ્થિતિમાં તેણે નાના મહેમાન માટે સોફ્ટ ટૉય બાસ્કેટ મોકલાવ્યું છે.

અક્ષય કુમાર: અક્કી બોલીવુડના સૌથી દિલદાર અભિનેતાઓમાંના એક છે. તે લગભગ દરેક સાથે સારી મિત્રતા રાખે છે. તેમણે કપિલ શર્માના પુત્ર માટે સુંદર રોમોટ કાર મોકલાવી છે.

Leave a Reply

Your email address will not be published.