કપિલ શર્માએ પુત્રી અનાયરા સાથે કંઈક આ રીતે સેલિબ્રેટ કરી પહેલી દિવાળી, જુવો પરિવાર સાથેની સુંદર તસવીરો

બોલિવુડ

શનિવારે દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો અને આજે પણ દિવાળિનું સેલિબ્રેશન ચાલુ છે. જણાવી દઈએ કે દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માંનો એક છે અને આ દિવસે દરેક લોકો પોતાના ઘરને સાફ કરીને દિવડાઓથી સુંદર રીતે સજાવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરે છે. જણાવી દઈએ કે આ વર્ષે કોરોના વાયરસને કારણે દિવાળીનો તહેવાર થોડો ફિક્કો થઈ ગયો છે, પરંતુ દરેક વ્યક્તિએ આ વર્ષે પોતાના ઘરમાં જ તહેવાર ખૂબ જ સુંદર રીતે ઉજવ્યો છે. દિવાળીના દિવસે આખો દેશ દિવડાની રોશનીથી જગમગી ઉઠ્યો હતો.

જણાવી દઈએ કે આ વર્ષે બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારની દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નથી અને આપણી ફિલ્મી દુનિયાના સ્ટાર્સ અને ટીવિની દુનિયાના સ્ટાર્સે દિવાળીનો તહેવાર પોતાના જ ઘરે ઉજવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે દિવાળી પર કોમેડીના રાજા કપિલ શર્માએ પણ પોતાની અને તેના પરિવારની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે, જેમાં કપિલ તેની માતા, પત્ની અને પુત્રી સાથે જોવા મળી રહ્યા છે. અને કપિલ શર્મા આ તસવીરોમાં પરિવાર સાથે ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.

કપિલ શર્મા જે તેના ટેલેંટથી સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી બધા લોકોનો ચહેરા પર સ્મિત લાવે છે અને આજે કપિલ શર્મા ટીવીની સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી બની ગયા છે. અને કપિલ શર્મા શો પણ લોકોને ખૂબ પસંદ આવે છે અને આ વખતે દિવાળી પર કપિલે એક ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં કપિલ તેની માતા અને પત્ની ગિન્ની સાથે જોવા મળી રહ્યા છે, સાથે જ કપિલની પુત્રી અનાયરાને પણ કપિલે ખોળામાં લીધી છે અને કપિલ શર્માનો આખો પરિવાર દિવાળી પર કેમેરામાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે.

જાણાવી દઈએ કે આ તસવીરમાં કપિલની પુત્રી અનાયરા ખૂબ જ સુંદર લાગી રહી છે અને વાત કરીએ તેના આઉટફિટની, તો કપિલે દિવાળી પર બ્લુ કુર્તો પહેર્યો છે અને તેના પત્નીએ બ્લેક કલરનો સૂટ પહેર્યો છે અને તેની પુત્રી એ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેની માતાએ નેવી બ્લુ કલરનો સૂટ પહેર્યો છે. દિવાળી પર કપિલ શર્માનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો અને બધા એક સાથે ખુશ જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે કપિલ શર્માએ દિવાળીની તસવીર શેર કરતા એક કેપ્શન પણ લખ્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના.’ તે જ સમયે, કપિલ શર્માની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને દરેક આ તસવીરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કપિલ શર્માની પુત્રી અનાયરાનો જન્મ ડિસેમ્બર 2019 માં થયો હતો અને આ વર્ષે કપિલે તેની પુત્રી સાથે પહેલી દિવાળી ઉજવી છે. કપિલની પુત્રી ખૂબ જ ક્યૂટ છે અને કપિલ ઘણીવાર તેની પુત્રી સાથેની તસવીરો શેર કરે છે.

17 thoughts on “કપિલ શર્માએ પુત્રી અનાયરા સાથે કંઈક આ રીતે સેલિબ્રેટ કરી પહેલી દિવાળી, જુવો પરિવાર સાથેની સુંદર તસવીરો

Leave a Reply

Your email address will not be published.