‘ધ કપિલ શર્મા શો’ ના ચાહકોને લાગ્યો મોટો ઝટકો, બંધ થવા જઈ રહ્યો છે શો, જાણો શું છે તેનું કારણ

મનોરંજન

આજના સમયમાં ટીવી જોવું દરેક વ્યક્તિને પસંદ છે. ટીવી પર કોમેડી શો જોવા દરેક વ્યક્તિ પસંદ કરે છે. જો કે ટીવી પર ઘણા પ્રખ્યાત શો પ્રસારિત કરવામાં આવે છે પરંતુ આ બધામાં સૌથી પ્રખ્યાત શો “ધ કપિલ શર્મા શો” છે જે દર અઠવાડિયે લોકોનું મનોરંજન કરે છે. ધ કપિલ શર્મા શોના ચાહકોની કોઈ કમી નથી. આ શોના ચાહકો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે.

“ધ કપિલ શર્મા શો” દર્શકોના મનોરંજનનું એક સારું સાધન બની ગયું છે. દરેક વ્યક્તિ તેના પરિવારના સભ્યો સાથે બેસીને આ શોનો આનંદ માણે છે. આ શોમાં દર અઠવાડિયે ઘણા બોલિવૂડ સેલેબ્સ આવે છે અને કપિલ શર્મા અને તેની આખી ટીમ સાથે મળીને તે બોલિવૂડ સ્ટાર્સ સાથે ખૂબ મસ્તી કરતા જોવા મળે છે.

ધ કપિલ શર્મા શો ઘણા વર્ષોથી પ્રસારિત કરવામાં આવે છે. તે દર્શકોનો ફેવરિટ કોમેડી શો છે. જોકે આ શો ઘણી વખત બંધ થયા પછી પણ લોકોની વચ્ચે તેની લોકપ્રિયતા આજે પણ બનેલી છે, પરંતુ ધ કપિલ શર્મા શોના દર્શકોને ખૂબ મોટો જટકો લાગવા જઈ રહ્યો છે. ટીવીનો પ્રખ્યાત કોમેડી શો “ધ કપિલ શર્મા શો” એ કરોડો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ શો ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને ચાહકો ખુબ નિરાશ પણ છે.

જણાવી દઈએ કે દર શનિવાર અને રવિવારે, “ધ કપિલ શર્મા શો” ના બધા પાત્રો પોતાની કોમેડીથી લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે. દરેક પાત્રએ લોકોના દિલ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. સમાચારો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના ચહેરા પર સ્મિત લાવનાર આ શો ટૂંક સમયમાં જ ઓફ એયર થવા જઈ રહ્યો છે, જેના કારણે ચાહકો ખૂબ નિરાશ દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓએ હવે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પછી નિર્માતાઓ “ધ કપિલ શર્મા શો” ની નવી સીઝન સાથે કમબેક કરવા જઇ રહ્યા છે. અને નવી સીઝનમાં ધ કપિલ શર્મા શોમાં નવા રંગ અને તેવર સાથે કપિલ શર્મા જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ શોની કાસ્ટમાં પણ બદલાવ આવી શકે છે. આનો સીધો મતલબ એ છે કે ધ કપિલ શર્મા શો દર વખતની જેમ ટૂંકા બ્રેક પછી ફરીથી નવા રંગમાં કમબેક કરીને દર્શકોની સામે આવશે. જોકે તે વાત અલગ છે કે ચાહકો આ શોને ખૂબ મિસ કરશે.

જણાવી દઈએ કે કપિલ શર્મા શો સોની ટીવી પર પ્રસારિત થાય છે અને દર શનિવાર અને રવિવારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની કેટલીક હસ્તીઓ શોમાં આવે છે અને તેમની ફિલ્મોનું પ્રમોશન કરે છે. આ સમય દરમિયાન આ શોના તમામ પાત્રો બોલિવૂડ સેલેબ્સ સાથે મળીને ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્મા ઉપરાંત કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી જેવા કલાકારો પોતાની સુંદર કોમેડીથી લોકોને હસાવતા જોવા મળે છે. આ શોમાં જજ તરીકે અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.