10 વર્ષથી આ ગંભીર બીમારીનો સામનો કરી રહી છે કપિલ શર્માની રીલ વાઈફ સુમોના, કહ્યું કે…

Uncategorized

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’માં તેની પત્નીની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી સુમોના ચક્રવર્તી હાલમાં તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે. કપિલના શોમાં ભૂરીના પાત્રથી ઓળખાતી સુમોનાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે અને ચાહકોને તેની મોટી બીમારી વિશે જણાવ્યું છે.

ટેલિવિઝન પર દરેકને હસાવતી સુમોના રિયલ લાઈફમાં છેલ્લા 10 વર્ષથી એક બીમારીનો સામનો કરી રહી છે. તે બીમારીના ચોથા સ્ટેઝ પર છે. તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, તેમણે આ માહિતી વિશે જાણ કરી છે અને સાથે જ તેણે કહ્યું છે કે હાલમાં તે બેરોજગાર છે.

તાજેતરમાં સુમોનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “લાંબા સમય પછી, મેં ઘર પર યોગ્ય રીતે વર્કઆઉટ કર્યું. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે હું પોતાને દોષી અનુભવું છું. હું લાંબા સમયથી બેરોજગાર છું પરંતુ છતા પણ હું મારું અને પરિવારનું પેટ ભરવા માટે સક્ષમ છું. આ પ્રીવેલિઝ જ છે. ઘણીવાર હું પોતાને દોષી અનુભવું છું. ખાસ કરીને ત્યારે જ્યારે હું પીએમએસ (પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ) ને કારણે ઉદાસ હોવ છું. મૂડ સ્વિંગ હોવો ઈમોશનલી પરેશાન કરે છે. કેટલીક ચીજો મેં પહેલા ક્યારેય શેર કરી નથી. હું 2011 થી એન્ડોમેટ્રિઓસિસ નો સામનો કરી રહી છું. હું ઘણા વર્ષોથી ચોથા સ્ટેઝ પર છું. ખાવા-પીવાની યોગ્ય આદત, એક્સરસાઈઝ કરવી અને સૌથી જરૂરી કોઈ તણાવ ન લેવો મારા સ્વાસ્થ્ય માટે સારું છે. લોકડાઉન મારા માટે ભાવનાત્મકરૂપે મુશ્કેલ રહ્યું છે.”

આગળ ટીવી અભિનેત્રીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, “મેં આજે વર્કઆઉટ કર્યું છે. હું ઘણું સારું અનુભવી રહી છું. મેં વિચાર્યું કે મારી લાગણીઓને વ્યક્ત કરું જેથી જે કોઈ પણ આ વાંચે તે સમજે કે જે કંઈ પણ ચમકે છે તે સોનું નથી હોતું. આપણે બધા કોઈને કોઈ ચીજ માટે સંઘર્ષ કરીએ છીએ. દરેક પાસે લડવા માટે પોતાની લડાઈ છે. આપણે દુ:ખ, પીડા, તણાવ, ચિંતા, નફરતથી ઘેરાયેલા છીએ. બધાને પ્રેમ, સહાનુભૂતિ અને દયાની જરૂર છે.”

સુમોનાએ આગળ લખ્યું કે, “મારા માટે આ પર્સનલ નોટ તમારા બધા સાથે શેર કરવી સરળ ન હતું. મે મારા કમ્ફર્ટ લેવલમાંથી બહાર નીકળીને તમારા બધા સાથે શેર કર્યું. જો આ પોસ્ટ તમારા ચહેરા પર સ્માઈલ લાવી શકે છે અથવા તમને પ્રેરણા આપી શકે છે, તો મને લાગે છે કે તે સારું છે. બધાને ખુબ પ્રેમ. ”

સોશ્યલ મીડિયા પર સુમોનાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના ચાહકો પણ આ અંગે સારી કમેંટ્સ પણ કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. જણાવી દઈએ કે, સુમોના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 11 લાખથી વધુ લોકો ફોલો છે.

જણાવી દઈએ કે સુમોના બાળપણમાં બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે. અભિનેત્રી આમિર ખાન અને અભિનેત્રી મનીષા કોઈરાલાની વર્ષ 1999 માં આવેલી ફિલ્મ ‘મન’માં સુમોના જોવા મળી હતી. આ સમય દરમિયાન તે 10 થી 11 વર્ષની હતી. તેને મોટી ઓળખ વર્ષ 2011 માં સિરિયલ બડે અચ્છે લગાતે હૈં માં નતાશાના પાત્રથી મળી.

આગળ જઈને સુમોનાએ ઘણા શોમાં કામ કર્યું. તે જ સમયે વર્ષ 2013 માં, તેના નસીબમાં એક વળાંક આવ્યો અને 2013 માં, તે કપિલ શર્માના શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’નો ભાગ બની. તેમાં તેણે મંજુની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રથી સુમોનાને એક વિશેષ ઓળખ મળી.