મહેલો જેવું ઘર, રાજાઓ જેવો ઠાઠ-બાઠ, રોયલ લાઈફ જીવે છે કપિલ શર્મા, જુવો તેમની પરિવાર સાથેની સુંદર તસવીરો

મનોરંજન

આજે કપિલ શર્માને કોણ નથી ઓળખતું. કપિલ શર્મા એક એવા કોમેડિયન છે જેને દરેક વર્ગના લોકો પસંદ કરે છે. કપિલે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. એક સમયે સેકન્ડ હેન્ડ સ્કૂટર લઈને કોલેજ જનારા કપિલ શર્મા આજે લક્ઝરી લાઈફ જીવી રહ્યા છે.

કપિલ શર્મા ટીવી શો કરતા સૌથી મોંઘા કોમેડિયન છે. તમે તેમની સફળતા જોઈ રહ્યા છો પરંતુ તેની પાછળ ખૂબ મોટો સંઘર્ષ રહ્યો છે. આજે આપણે કપિલની લાઈફ સ્ટાઈલ વિશે જાણીશું. તો ચાલો વિગતવાર જાણીએ.

એક સમયે ભાડાના મકાનમાં રહેતા કપિલ શર્મા આજે રોયલ લાઈફ જીવે છે. લક્ઝરી ઘરથી લઈને લક્ઝરી કાર સુધી, કપિલ પાસે આજે કોઈ ચીજની કમી નથી. કપિલ શર્મા પોતાનું જીવન ખૂબ જ સુંદર રીતે જીવે છે. હસવું અને લોકોને હસાવવા તેમનું કામ છે, લોકો તેમને ખૂબ પસંદ કરે છે.

લક્ઝરી કાર કલેક્શનઃ માત્ર મહેલો જેવા ઘર જ નહીં, પરંતુ કપિલ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. કપિલ શર્મા કરોડો રૂપિયાની કિંમતની રેન્જ રોવર ઇવોક SD4 અને મર્સિડીઝ બેન્ઝ S350 CDI કારના માલિક છે.

લક્ઝરી ઘરના માલિકઃ કપિલ અંધેરી વેસ્ટના પોશ વિસ્તારમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સમાં કપિલના 9મા માળના ફ્લેટની કિંમત 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કપિલના ઘરની બાલ્કનીમાંથી મુંબઈનો અદભૂત નજારો જોઈ શકાય છે.

ટીવીના સૌથી મોંઘા કોમેડિયન: કપિલ શર્મા ટીવીના સૌથી મોંઘા કોમેડિયન છે. જે એક શો માટે 40 થી 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, 2020માં કપિલ શર્માની કુલ સંપત્તિ 230 કરોડ રૂપિયા હતી. કપિલ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છે. તે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.