કપિલ શર્માએ બદલી નાખ્યો પોતાના ઘરનો નક્શો, હવે કંઈક આવો દેખાઈ રહ્યો છે શોનો સેટ, જુવો તસવીરો

મનોરંજન

કોમેડી કિંગ કપિલ શર્મા ફરી એકવાર ટીવી પર દર્શકોને હસાવવા માટે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે તે તેના ખૂબ જ પ્રખ્યાત ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝન લઈને આવી રહ્યા છે. કોરોના સમયગાળાને કારણે લાગેલા લોકડાઉન પછી ‘ધ કપિલ શર્મા શો’ બંધ કરવો પડ્યો હતો. પરંતુ હવે કપિલ શર્મા પોતાના શોથી ધમાકેદાર કમબેક કરી રહ્યા છે. આટલું જ નહીં આ વખતે ‘ધ કપિલ શર્મા શો’નો સેટ પણ ખૂબ જ અલગ દેખાવા જઈ રહ્યો છે.

નોંધપાત્ર છે કે કપિલ શર્માએ ‘ધ કપિલ શર્મા શો’ની નવી સિઝનના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો માટે ખાસ તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે. કપિલ શર્માએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ધ કપિલ શર્મા શો’ના સેટની તસવીરો શેર કરી છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વખતે શોનો સેટ અન્ય સિઝનથી ખૂબ અલગ છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે ઓફ એયર થયેલો કપિલ શર્માનો કોમેડી ચેટ શો ‘ધ કપિલ શર્મા’ એક નવી સીઝન સાથે કમબેક કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શોના સેટનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમાં હવે એક એટીએમ મશીન, હોટલ ચિલ પેલેસ અને 10 સ્ટાર ઢાબા સાથે નવી લાઇટિંગ અને સોફા સેટ છે. ચાલો જોઈએ આ સેટની કેટલીક તસવીરો.

હોટલ ચિલ પેલેસ: જણાવી દઈએ કે સેટની ડાબી બાજુ તમે જોઈ શકો છો કે હોટલ ચિલ પેલેસ બનાવવામાં આવ્યું છે. શોમાં હાજર કોઈ એક અભિનેતા તેના માલિકની ભૂમિકા નિભાવી શકે છે.

10 સ્ટાર ઢાબા: સેટની જમણી બાજુ પર તમે જોઈ શકો છો કે એક 10 સ્ટાર ઢાબા અને એક જનરલ સ્ટોર જોવા મળી રહ્યો છે.

સેંટરનો લુક પણ કરવામાંં આવ્યો છે ચેંજ:  જો તમે પાછલી સીઝન ધ્યાનથી જોઈ હોય, તો આ વખતે સેંટરનો લુક પણ બદલવામાં આવ્યો છે, જ્યાં કપિલ અને તેના સેલિબ્રિટી મહેમાન સોફા પર ચિલ અને ચેટ કરતા જોવા મળશે.

અક્ષય કુમાર હશે પહેલા મહેમાન: કપિલ શર્માએ એક તસવીર શેર કરતી વખતે માહિતી આપી હતી કે તેમના શો પર અક્ષય કુમાર પહેલા ગેસ્ટ બનીને એંટ્રી કરશે. અક્ષય કુમાર શોના સેટ પર તેની આગામી ફિલ્મ બેલ બોટમનું પ્રમોશન કરતા જોવા મળશે.

આ હશે કપિલ શર્મા શોની કાસ્ટ: કપિલ શર્મા ઉપરાંત શોમાં પહેલાથી જ કૃષ્ણ અભિષેક, કિકુ શારદા, ભારતી સિંહ, ચંદન પ્રભાકર અને અર્ચના પૂરન સિંહ છે. આ સિઝનમાં સુદેશ લહરીએ એંટ્રી કરી છે. બીજી બાજુ સુમોના ચક્રવર્તી ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ નહીં બને. છેલ્લે જણાવી દઈએ કે કપિલ શર્માના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ ‘ધ કપિલ શર્મા શો’ના સેટની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે. શોના દર્શકો ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝન માટે પણ ખૂબ ઉત્સાહિત છે.