સુવર્ણ મંદિરમાં પરિવાર સાથે કપિલ શર્મા એ ટેકાવ્યું માથું, મિત્રો સાથે જૂની યાદો કરી તાજી, છોલે-ભટૂરેનો પણ લીધો સ્વાદ, જુવો તેમની આ સુંદર તસવીરો

બોલિવુડ

કોમેડીના બાદશાહ કહેવાતા કપિલ શર્મા આજે કોઈ ઓળખના મોહતાજ નથી અને તેમની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. કપિલ શર્મા પોતાની શ્રેષ્ઠ કોમિક સ્ટાઈલ અને હાજર જવાબી માટે ખૂબ જ પ્રખ્યાત છે અને સાથે જ પ્રસંશકોની સાથે-સાથે કપિલ શર્મા સેલિબ્રિટીઝ વચ્ચે પણ ખૂબ લોકપ્રિય છે. હાલના સમયમાં કપિલ શર્માનું નામ આપણા દેશના સૌથી લોકપ્રિય કોમેડિયનના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યું છે અને કપિલ શર્માની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત છે.

સાથે જ કપિલ શર્માએ આ વખતે નવા વર્ષ 2023ની શ્રેષ્ઠ શરૂઆત કરી અને તેમણે ન્યૂ યરનું સેલિબ્રેશન પોતાના પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરીને કર્યું. નવા વર્ષના પ્રસંગ પર, કપિલ શર્મા તેમની પત્ની ગિન્ની અને બંને બાળકો સાથે તેમના અમૃતસરવાળા ઘરે ગયા હતા જ્યાં તેમણે તેમના પરિવાર અને મિત્રો સાથે ખુશીની પળો પસાર કરી હતી.

આ દરમિયાન કપિલ શર્માએ પોતાની સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના મિત્રો અને શિક્ષકો સાથે મુલાકાત કરીને જૂની યાદો તાજી કરી. આ ઉપરાંત કપિલ શર્મા પોતાના પરિવાર સાથે અમૃતસરના ખૂબ જ પ્રખ્યાત ગોલ્ડન ટેમ્પલ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવાર સાથે માથું ટેકાવ્યું પૂજા કરી હતી. કપિલ શર્માની તેના પરિવાર સાથેની આ ટ્રિપ ખૂબ જ સુંદર રહી અને તેમણે પોતાની આ ટ્રિપનો લાજવાબ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં કપિલ શર્મા પોતાના પૂરા પરિવાર સાથે ખૂબ સારો સમય પસાર કરતા જોવા મળી શકે છે.

કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તે અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ઝલક તેના ચાહકો સાથે શેર કરતા રહે છે, આ દરમિયાન કપિલ શર્માએ પોતાની સુંદર ટ્રિપનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને આ વીડિયોમાં કપિલ શર્માએ પોતાની મુંબઈથી અમૃતસર સુધીની સફરની ઝલક ખૂબ જ સુંદર સ્ટાઈલમાં બતાવી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિલ શર્મા પોતાની લાડલી પુત્રી અનાયરા શર્માને ખોળામાં લઈને સુવર્ણ મંદિરમાં લઈ જતા જોવા મળી રહ્યા છે અને તેમણે પોતાના પરિવાર સાથે પૂજા-પાઠ કર્યા પછી છોલે-ભટુરે ખાધા. ત્યાર પછી કપિલ શર્મા પોતાની યુનિવર્સિટી પહોંચ્યા, જ્યાં તેમણે પોતાના શિક્ષકોના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા અને જૂના મિત્રોને મળીને બાળપણની યાદો પણ તાજી કરી.

તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા દર વર્ષે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને સુવર્ણ મંદિર એટલે કે ગુરુદ્વારા શ્રી હરમંદિર સાહિબની મુલાકાત જરૂર લે છે, પરંતુ આ વખતે કપિલ શર્મા માત્ર સુવર્ણ મંદિરમાં જ ન ગયા, પરંતુ તે તેના બાળપણના મિત્રોને મળીને તેમની જૂની યાદો પણ તાજી કરી.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ શર્માએ આ સુંદર વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારી કોલેજ, મારી યુનિવર્સિટી, મારા શિક્ષકો, મારો પરિવાર, મારું શહેર, ભોજન, આ લાગણી અને ગોલ્ડન ટેમ્પલ. તમારા આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર બાબાજી. શર્માના આ વીડિયો પર, તેમના લાખો ચાહકો, તેમના મિત્રો અને ઈન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓ કમેંટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે અને તેમના ડાઉન ટુ અર્થ સ્વભાવની પ્રસંશા કરી રહ્યા છે.