અજય દેવગણ ને કપિલ શર્મા એ પૂછ્યો આવો સવાલ, ‘સિંઘમ’ એ બંધ કરી દીધી બોલતી, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અજય દેવગણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘રનવે 34’ને લઈને ચર્ચામાં છે. અજય દેવગણની આ ફિલ્મની દર્શકો અને તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ મોટા પડદા પર 29 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગણ માત્ર મુખ્ય ભુમિકામાં જ નથી, પરંતુ ચાહકો માટે એક ખાસ વાત એ પણ છે કે અજય દેવગણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. ફિલ્મમાં અજયની સાથે મુખ્ય ભુમિકામાં અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ અને બોમન ઈરાની પણ છે.

અજય દેવગણની આ ફિલ્મના બે ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યા છે અને બંને ટ્રેલરને ચાહકોએ ખૂબ પસંદ કર્યા છે. ફિલ્મના ટ્રેલરે દર્શકોમાં ફિલ્મને લઈને વધુ ઉત્સુકતા ઉત્પન્ન કરી છે. અજય પોતાની આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હવે અજય ‘રનવે 34’ના પ્રમોશન માટે કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ પર પહોંચ્યા છે.

અજય પોતાની દરેક ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માના શો પર પહોંચે છે અને આ ફિલ્મ માટે પણ તે કપિલના શો પર આવ્યા. આ દરમિયાન તેમની સાથે ફિલ્મની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ હાજર હતી. સાથે જ બંને સાથે આકાંક્ષા સિંહ પણ પહોંચશે. અજય, રકુલ પ્રીત અને આકાંક્ષા સાથે કપિલે ખૂબ જ મસ્તી કરી હતી.

સોની ટીવીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી વીડિયો પણ શેર કર્યો છે જેમાં તમે અજય, રકુલ અને આકાંક્ષાને જોઈ શકો છો. એક વાઈરલ વીડિયોમાં કપિલ શર્મા સુપરસ્ટાર અજય દેવગણને સવાલ કરે છે કે ફાઈટર પ્લેન ઉડાડવા માટે ક્યું લાયસન્સ જરૂરી હોય છે? અજય પોતાના જવાબથી તેની બોલતી બંધ કરી દે છે. અજય કહે છે કે બસ બંદો સ્માર્ટ હોવો જોઈએ.

અજય અને કપિલ વચ્ચે સમગ્ર એપિસોડ દરમિયાન મજાક મસ્તી ચાલુ રહે છે. આગળ, કપિલ અજયને અન્ય એક મજેદાર સવાલ કરે છે અને અજય પણ તેનો મજેદાર જવાબ આપે છે. ખરેખર અજય દેવગણ ને કપિલ પૂછે છે કે તમને દસમા માં કેટલા નંબર મળ્યા હતા.

અજય કપિલના આ સવાલનો જવાબ આપતા કહે છે કે મને પણ ખબર નથી પરંતુ એ હું ગેરંટી સાથે કહી શકું છું કે તમારાથી વધુ નંબર આવ્યા હશે. અજયનો આ જવાબ સાંભળીને બધા લોકો હસવા લાગે છે. આ એપિસોડ ટૂંક સમયમાં સોની ટીવી પર પ્રસારિત થશે. ફિલ્મની સાથે દર્શકો આ એપિસોડની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.