કપિલ એ આ ખાસ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો પોતાનો જન્મદિવસ, જુવો સેલિબ્રેશનની સુંદર તસવીરો

બોલિવુડ

તાજેતરમાં જ કોમેડી કિંગ કપિલ શર્મા 41 વર્ષના થઈ ગયા છે. દેશ અને દુનિયામાં કોઈ મોટા બોલિવૂડ સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવતા કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. એક સમયે પાઈ-પાઈ માટે તરસતા કપિલ આજે કરોડો-અબજો રૂપિયાના માલિક છે.

કપિલ શર્મા પાસે આજે સુખ-સુવિધાની દરેક ચીજ છે. સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. કપિલ શર્માએ પોતાનો 41મો જન્મદિવસ પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો છે. તેના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

કપિલ શર્માએ પોતાનો 41મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે. તેમના જન્મદિવસ પર તે પોતાની માતા, તેમની પત્ની ગિન્ની ચતરથ, પુત્રી અનાયરા અને પુત્ર સાથે જોવા મળ્યા હતા. કપિલ આ દરમિયાન પોતાના મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે પણ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર કપિલના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન કપિલ શર્માએ બ્લેક પેન્ટ અને બ્લેક શર્ટ પહેર્યો હતો. ખાસ વાત એ છે કે આ દરમિયાન કપિલના તમામ મહેમાનો પણ બ્લેક કપડામાં જ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કપિલે પોતાનો જન્મદિવસ હિમાચલ પ્રદેશમાં ધામધૂમથી ઉજવ્યો છે.

તેજી બાજવાએ શેર કર્યો વીડિયો: કપિલની બર્થડે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જન્મદિવસની પાર્ટીમાં સિંગર તેજી બાજવા પણ શામેલ થયા હતા. તેમણે એક વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “લાફ્ટર કિંગ કપિલ શર્મા પાજીને જન્મદિવસની શુભેચ્છા. તમારા ખાસ દિવસે પ્રદર્શન કરવું એ એક સન્માનની વાત હતી…તમે સૌથી વિનમ્ર અને પ્રતિભાશાળી વ્યક્તિ છો જેમને હું મળ્યો છું. તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન…ભગવાન તમને લાંબુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. રાતને રોશન કરવા માટે દરેકનો વિશેષ આભાર.”

તેજી બાજવા એ જે વીડિયો શેર કર્યો છે તેમાં તમામ મહેમાનો કાળા કપડામાં જોવા મળી રહ્યા છે. સાથે જ કપિલે પણ કાળા રંગના કપડા પહેર્યા છે. તેજી બાજવા કોઈ ગીત ગાઈ રહ્યા છે અને તેના પર કપિલ ડાન્સ કરી રહ્યા છે. વીડિયોને સોશિયલ મીડિયા પર સેંકડો લોકોએ પસંદ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Teji Bajwa (@teji_bajwa) 

જન્મદિવસ પર કપિલ શર્માને ચાહકોની સાથે બોલિવૂડ કલાકારોએ પણ શુભેચ્છા પાઠવી છે. સાથે જ હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમારે પણ આ દરમિયાન કપિલ પર પ્રેમ વરસાવ્યો હતો. અક્ષયે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી કપિલ સાથેની એક તસવીર શેર કરી છે જેમાં બંને એકબીજાને ગળે લગાવી રહ્યાં છે અને અક્ષય કપિલના ગાલ પર કિસ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરવાની સાથે અક્ષયે ટ્વીટમાં લખ્યું હતું કે, “મને આશા છે કે આ વર્ષે તમારા માત્ર લોખંડવાલામાં જ નહીં પરંતુ બાંદ્રામાં પણ ઘણા ઘર હોય. તમને હંમેશા જીવનમાં શુભકામનાઓ ભાઈ, જન્મદિવસની શુભકામનાઓ કપિલ શર્મા.”

કપિલ શર્માએ પણ આપ્યો મજેદાર જવાબ: અક્ષય કુમાર તરફથી મળેલી શુભકામનાઓ પર કપિલે અભિનેતાનો આભાર માન્યો અને ફની રીતે જવાબ આપ્યો. કપિલે જવાબ આપતા લખ્યું કે, “હાહાહા, મને હંમેશા અલગ-અલગ રીતે પ્રોત્સાહિત કરવા બદલ આભાર પાજી. બસ તમારા દિલમાં ઘર બની રહે, બાંદ્રામાં તો મારી વાત ચાલી રહી છે. લવ યુ પાજી”.

નોંધપાત્ર છે કે અક્ષય અને કપિલ વચ્ચે એક મજબૂત અને સારો સંબંધ છે. બંનેની એકબીજા સાથે ખૂબ બને છે. પોતાની દરેક ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર કપિલના શોમાં હાજરી આપે છે, જ્યારે કપિલ પણ અક્ષયનું ખૂબ સન્માન કરે છે અને તેને ખૂબ માને છે.