આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે કનિકા કપૂર, જુવો તેની મહેંદી સેરેમનીની સુંદર તસવીરો

બોલિવુડ

આજે એટલે કે 20 મેના રોજ સિંગર કનિકા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ જશે. કનિકા કપૂર પોતાના મંગેતર ગૌતમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. કનિકાની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કનિકાની હલ્દી પછી હવે તેની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે.

કનિકા કપૂરે ઈન્સ્ટા પર મહેંદીની તસવીરો શેર કરતાં લખ્યું- જી આઈ લવ યૂ સો મચ! આ તસવીરો સામે આવ્યા પછી કનિકા કપૂરને ચાહકો જીવનનો નવો અધ્યાય શરૂ કરવા બદલ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

કનિકા કપૂરની મહેંદી સેરેમનીની તસવીરો સપના જેવી છે. કનિકાએ પોતાની મહેંદીના દિવસે થીમ સાથે મેચ કરતો લાઈટ ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો. આ લહેંગામાં કનિકા કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના મંગેતરે ક્રીમ કલરનો કુર્તો પાયજામા પહેર્યો હતો.

કનિકા કપૂરે પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો. લહેંગા સાથે મેચિંગ ચોકર નેકપીસ, બંગડીઓ, ફ્લાવર જ્વેલરી સાથે કનિકાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. સાઈડ પાર્ટેડ ઓપન હેરમાં કનિકા સુંદર લાગી રહી હતી. કનિકા અને ગૌતમે મહેંદીમાં ખૂબ ડાન્સ કર્યો.

કનિકા અને ગૌતમે એકબીજાને બુકે આપ્યું, ફૂલ આપીને પ્રપોઝ કર્યો. આ દરમિયાન કપલની ખુશી જોવા જેવી હતી. કનિકા અને ગૌતમ સંપૂર્ણરીતે એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળ્યા. તેમની મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

કનિકા કપૂરનો ભાવિ પતિ ગૌતમ એનઆરઆઈ બિઝનેસમેન છે. તમામ પ્રી-વેડિંગ ફંક્શન લંડનમાં થયા છે. લગ્ન પણ ત્યાં જ થશે. આ પહેલા કનિકા કપૂરે NRI રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેમના નામ અયાના, સમારા અને યુવરાજ છે.

કનિકાના પહેલા લગ્ન ત્યારે થયા હતા જ્યારે તે 18 વર્ષની હતી. તે વર્ષ 2012 સુધી તેના પહેલા પતિ સાથે રહી હતી. પછી તેણે છૂટાછેડા લીધા હતા. લગ્ન તૂટ્યા પછી કનિકા કપૂર મુંબઈ આવી અને તેણે સિંગિંગમાં ટ્રાય કરી.

કનિકા કપૂરના ગીતો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. કનિકાનું ગીત બેબી ડોલ મેં સોને કી… જબરજસ્ત હિટ થયું હતું. પ્રોફેશનલ લાઈફ સફળ થયા પછી કનિકા પોતાના અંગત જીવનમાં પણ આગળ વધી રહી છે.

ગૌતમ સાથે લગ્નને લઈને કનિકા ખૂબ જ ઉત્સાહિત છે. કનિકાને દુલ્હનના લુકમાં જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત બની રહ્યા છે. સમાચાર છે કે કનિકા અને ગૌતમે એક વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.