બોલીવુડની ક્વીન છે સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહેલી આ છોકરી, પોતાના દમ પર બની સ્ટાર, સુપરસ્ટાર પણ તેની આગળ ફેલ છે, જાણો કોણ છે આ છોકરી

બોલિવુડ

બોલિવૂડ સેલેબ્સની જૂની અને બાળપણની તસવીરો અમે અવારનવાર તમારા માટે લઈને આવીએ છીએ. ફરી એકવાર અમે તમારા માટે કંઈક આવું જ રજૂ કરવા જઈ રહ્યા છીએ. હવે અમે તમારા માટે જે સેલેબની તસવીર લઈને આવ્યા છીએ તેને બોલિવુડની કવીન કહેવામાં આવે છે. તેની સામે સારા-સારાની બોલતી બંધ થઈ જાય છે.

ઉપર તમને એક તસવીર જોવા મળી રહી હશે, જેમાં તમને બે છોકરીઓ જોવા મળી રહી હશે. આ બંને બહેનો છે. તેમાંથી જે નાની બહેન છે તે બોલિવૂડની પ્રખ્યાત અને શ્રેષ્ઠ અભિનેત્રી છે. જો તમે તસવીરમાં ઓળખી શક્યા નથી કે આમાંથી કઈ છોકરી અભિનેત્રી છે, તો અમે તમને જણાવીએ. તો ચાલો જાણીએ કોણ છે આ નાની છોકરી.

તસવીરમાં જોવા મળી રહેલી મોટી છોકરીનું નામ રંગોલી રનૌત છે જ્યારે તેની નાની બહેન કંગના રનૌત તેની બાજુમાં ઉભી છે. હા…. આ તસવીર કંગના રનૌતના બાળપણની છે, જેમાં તે તેની મોટી બહેન સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર કંગનાની આ તસવીર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેમાં તે સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે.

કંગનાની નિર્દોષતા અને ક્યૂટનેસ પર તેના ચાહકો દિલ હારી રહ્યા છે. કંગનાની નિર્દોષતા પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. નોંધપાત્ર છે કે, કંગના લગભગ દોઢ દાયકાથી બોલિવૂડમાં એક્ટિવ છે. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’થી થઈ હતી. ત્યાર પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

કંગના રનૌતે પોતાની દોઢ દાયકાની લાંબી કારકિર્દીમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને હિન્દી સિનેમાની કવીન કહેવામાં આવે છે. તે પોતાના દમ પર પોતાની મોટી અને ખાસ ઓળખ બનાવવામાં સફળ રહી છે. હવે કંગના રનૌત અભિનેત્રી હોવા ઉપરાંત નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut) 

પદ્મશ્રીથી સમ્માનિત થઈ ચુકી છે કંગના: કંગનાને હિન્દી સિનેમામાં આપેલા યોગદાન માટે ભારત સરકાર દ્વારા સમ્માનિત પણ કરવામાં આવી છે. કંગના રનૌતને નવેમ્બર 2021 માં ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘પદ્મ શ્રી’ થી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા સમ્માનિત કરવામાં આવી હતી.

કંગના રનૌતને બોલિવૂડની ‘ક્વીન’ કહેવામાં આવે છે. તેણે ફિલ્મ ‘ક્વીન’માં કામ કર્યું હતું. તેની ફિલ્મ હિટ રહી અને ત્યાર પછી તેને ‘ક્વીન’નું ટેગ આપવામાં આવ્યું. જોકે ‘ક્વીન’ શબ્દ તેના પર સૂટ પણ કરે છે. વાત તેના વર્ક ફ્રન્ટ વિશે કરીએ તો, કંગના છેલ્લી વખત મોટા પડદા પર આ વર્ષની ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળી હતી પરંતુ તેની આ ફિલ્મ આશા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. કંગનાનું સંપૂર્ણ ધ્યાન હવે તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ પર છે. કંગનાની આ ફિલ્મ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના ઈન્દિરાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તે સખત મહેનત કરી રહી છે.

કંગના ‘ઇમરજન્સી’ ડિરેક્ટ પણ કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર, જયપ્રકાશ નારાયણ, મિલિંદ સોમન, સેમ માણેકશા, શ્રેયસ તલપડે, અટલ બિહારી વાજપેયી, મહિમા ચૌધરી, પુપુલ જયકર, સતીશ કૌશિક, જગજીવન રામ અને વિષક નાયર સંજય ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.