મોંઘી કાર અને ત્રણ બંગલાની માલિક છે કંગના રનૌત, જાણો કેટલા કરોડની સંપત્તિની માલિક છે કંગના

બોલિવુડ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત નિખાલસતાથી તેની વાતો રાખે છે અને પોતાની આ વાતોથી તે ઘણીવાર હેડલાઇન્સ બનાવે છે. કંગના છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. મુંબઈને પીઓકે જણાવીને કંગનાએ તેના કેટલાક વિરોધીઓ ઉભા થયા છે, ત્યારે ડ્રગ્સ બાબતે બોલિવૂડને ખેંચ્યા પછીથી કંગના સતત વિવાદોમાં રહી છે. આ સાથે જ કંગનાની 4 ફિલ્મો ખૂબ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના મતે કંગનાની દરેક ફિલ્મનું સરેરાશ બજેટ 60-70 કરોડ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં ‘તેજસ’, ‘ધકડ’, ‘થલાઈવી’ અને ‘ઇમલી’ આ ચાર ફિલ્મોને લઈને કંગના પર લગભગ 250-300 કરોડનો દાવ ઇન્ડસ્ટ્રીએ લગાવ્યો છે.

કંગના પાસે છે કરોડોની સંપત્તિ: જણાવી દઈએ કે કંગના બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસમાંની એક છે. આઉટસાઈડર હોવાની સાથે સાથે, કંગના તેની પોતાની શરતો પર કામ કરે છે. જો કે, કંગના એક મહાન એક્ટ્રેસ છે, તેથી જ તેને એકથી એક ચઢિયાતિ ફિલ્મો મળે છે. અત્યારે આ દિવસોમાં કંગનાનો મહારાષ્ટ્ર સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ તેની અસર કંગનાની ફિલ્મો પર નહિં પડે.અતુલ મોહનનું કહેવું છે કે કંગના પહેલાથી જ જાણતી હતી કે મોટા અને પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ તેમને કામ નહીં આપે, તેથી તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. એટલું જ નહીં, તે એવા લોકો સાથે કામ કરી રહી છે જે નોન-સ્ટુડિયો અથવા નોન-બીગ ફિલ્મ નિર્માતાઓ છે.

એક તરફ, જ્યાં મોટાભાગના સ્ટાર્સ મોટા પ્રોડક્શનની ફિલ્મોમાં કામ કરવા માટે પરેશાન રહે છે, ત્યારે કંગના પોતાના પ્રોડક્શન હાઉસમાં કામ કરી રહી છે. પોતાની એક્ટિંગથી કંગનાએ ઘણી કમાણી પણ કરી છે. કંગનાની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે બંગલા અને બે કાર શામેલ છે. જણાવી દઈએ કે કંગના ફિલ્મોની સાથે સાથે જાહેરાતથી પણ સારી કમાણી કરે છે.

એક ફિલ્મ માટે ચાર્જ કરે છે કરોડો રૂપિયા: કંગના ભલે વિવાદોનો ભાગ બનેલી રહે છે, પરંતુ તે બોલીવુડની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ છે. કંગના તેની એક ફિલ્મ માટે લગભગ 17-18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની આગામી ફિલ્મ ધકડ માટે તેણે 21 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. તે જ સમયે, જયલલિતાની બાયોપિક થલાઈવી માટે તેણે 21-22 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. ફિલ્મો માટે ફી ચાર્જ કરવામાં કંગના દીપિકા કરતા પણ આગળ છે, જે તેની દરેક ફિલ્મ માટે 11-12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

જાહેરાતથી થાય છે મોટી કમાણી: બોલીવુડના હિટ સેલિબ્રિટીઝ જાહેરાતથી પણ મોટી કમાણી કરે છે. અતુલ મોહન કહે છે કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે સ્ટાર્સને 3-8 કરોડ રૂપિયા મળે છે. કંગના સૌથી વધુ ચર્જ કરતી એક્ટ્રેસ છે. આવી સ્થિતિમાં તે બાકીના સ્ટાર્સ કરતા વધારે ફી ચાર્જ કરે છે. જણાવી દઈએ કે કંગના આદિત્ય બિરલા ગ્રુપના લીવા, સિગ્નેચર માસ્ટરપીસ-ડીએગો, ઇમામી બોરોપલસ, ખાદીમ અને ફેશન ડિઝાઇનરના ગ્લોબલ દેશીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

ત્રણ બંગલાની માલિક છે કંગના રનૌત: કંગના પાસે ખૂબ જ સુંદર ઘર છે. કંગનાએ માર્ચ 2013 માં ખાર વેસ્ટની આર્કિડ બ્રિઝ નામની બિલ્ડિંગમાં ત્રણ ફ્લેટ ખરીદ્યા હતા. ફ્લેટ નંબર 501, 502 અને 503 નું ક્ષેત્રફળ 797, 711 અને 459 ચોરસ ફૂટ છે. કંગનાના ત્રણેય ફ્લેટ ખૂબ જ મોંઘા છે. આ ત્રણેય ફ્લેટની કિંમત 5.50 કરોડ 5.25 કરોડ અને 3.25 કરોડ રૂપિયા છે. જો આ ત્રણેય ફ્લેટની કિંમત મિક્સ કરીએ તો તેની કિંમત 14 કરોડ રૂપિયા છે.

કંગના આ ફ્લેટોની પહેલી માલિક નથી. તેણે આ હેરિટેજ બિલ્ડ-પ્રાઈવેટ લિમિટેડના પાસેથી આ ખરીદ્યા હતા. જ્યારે હેરિટેજે વર્ષ 2011 માં આ મિલકત નિહાર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદી હતી. આ સિવાય કંગનાએ 2017 માં પાલી હિલ પર ત્રણ માળની બિલ્ડિંગ ખરીદી હતી. સમાચારો અનુસાર, આ માટે તેણે 20 કરોડ ચૂકવ્યા હતા. તેમણે આ બિલ્ડિંગને તેની ઓફિસ તરીકે ડેવલોપ કરી હતી. તેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખવામાં આવ્યું છે. કંગનાએ તેને ખરીદવા અને બનાવવા માટે 48 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

આ બંને ફ્લેટ સિવાય કંગના પાસે મનાલીમાં પણ એક બંગલો છે જેની કિંમત લગભગ 30 કરોડ છે. 8 બેડરૂમનો બંગલો એક્ટ્રેસે 10 કરોડમાં ખરીદ્યો હતો અને ત્યાર પછી તેણે 20 કરોડ રૂપિયા તેને ફરીથી બનાવવા માટે ખર્ચ કર્યા હતા. આ બંગલો તેણે 2018 માં ખરીદ્યો હતો.

ક્વીનને છે મોંઘી ગાડીઓનો શોખ: ફ્લેટ સિવાય કંગના પાસે બે કાર પણ છે. કંગનાએ 21 વર્ષની ઉંમરે જ પહેલી કાર ખરીદી હતી. તેણે બીએમડબ્લ્યુ -7 સિરીઝ ખરીદી હતી. વર્ષ 2008 માં ખરીદેલી આ કારની એક્સ શોરૂમ કિંમત આજે 1.35 કરોડ રૂપિયાથી 2.44 કરોડ રૂપિયાની છે. જો કે, 2008 માં, તેની કિંમત થોડી ઓછી રહી હશે.

કંગનાએ વર્ષ 2019 માં બીજી કાર ખરીદી. આ તેણે તેની ફિલ્મ ‘જજમેંટલ હૈ ક્યા’ રિલીઝ થયા પછી ખરીદી હતી. આ કારની કિંમત સાંભળીને પણ તમારા હોંશ ઉડી જશે. પેના મનાલી વાળા ઘર માટે ખરીદેલી મર્સિડીઝ બેન્ઝ જીએલઇ ક્લાસ એસયુવીની એક્સ શોરૂમની કિંમત 73.7 લાખ રૂપિયાથી 1.25 કરોડ રૂપિયા છે. કંગનાની મુંબઈમાં એક ઓફિસ પણ છે, જે તેમણે ખૂબ જ મહેનત કરીને ઉભી કરી હતી. આ ઓફિસ માટે તેમણે લગભગ 48 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.