રાજમહેલ જેવું છે કંગના રનૌતનું નવું ઘર, ડિઝાયનર એ ટ્રેડિશનલ સ્ટાઈલમાં બનાવ્યું લક્ઝરી ઘર, જુવો તેની તસવીરો

બોલિવુડ

બોલિવૂડની ધાકડ અભિનેત્રી કંગના રનૌત લક્ઝુરિયસ લાઈફ જીવે છે. અભિનેત્રી પાસે મુંબઈ ઉપરાંત તેના હોમ ટાઉન હિમાચલ પ્રદેશમાં પણ લક્ઝરી ઘર છે. કંગના અવારનવાર હિમાચલના સુંદર મેદાનોમાં ક્વાલિટી ટાઇમ પસાર કરતા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે કંગના રનૌતને હવે હિમાચલ પ્રદેશ જવા માટે એક નવું કારણ મળી ગયું છે.

હા, કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મનાલીમાં પોતાના સપનાનું ઘર બનાવ્યું છે. આ ઘરની તસવીરો તેમના સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે.

કંગનાનું આ ઘર ટિપિકલ પહાડી સ્ટાઇલમાં બનાવ્યું છે. તેની દિવાલો પણ નદીના પત્થરો અને અહીંની લોકલ સ્લેટ અને લાકડામાંથી બનાવવામાં આવી છે.

કંગનાએ પોતાના ઘરની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, આ ભારતીય લેબલનું છે. તેના ડિઝાઇનર પણ ઉત્તર પૂર્વના છે. આ બધા લોકો ખૂબ જ ટેલેંટેડ અને બ્રિલિયંટ છે, હું તેમની ફેન થઈ ગઈ છું. કંગનાનું નવું ઘર કોઈ મહેલથી ઓછું નથી. અભિનેત્રીના ઘરમાં ઘણા માસ્ટર બેડરૂમ છે.

ઘરની દીવાલોથી લઈને ફર્નીચર સુધી દરેક ચીજ રોયલ છે. કંગનાએ પોસ્ટમાં પોતાના ઘરના 3 અલગ-અલગ બેડરૂમની ઝલક બતાવી છે. તમામ બેડરૂમનું ઈન્ટિરિયર સુપર ક્લાસી છે. કંગનાના બેડરૂમની તસવીરો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

કંગનાનું ઘર હિમાચલની સુંદર પહાડીઓની વચ્ચે બનેલું છે. અભિનેત્રીએ ઘરના આઉટર લુકની પણ તસવીર શેર કરી છે. બહારથી જોવામાં આવે તો કંગનાનું ઘર કોઈ ફિલ્મના મહેલથી ઓછું નથી લાગતું.

કંગના રનૌતના ઘરનો લિવિંગ રૂમ પણ ખૂબ જ ક્લાસી છે. બ્રાઉન કલરના સોફા સેટ, ઝુમ્મર અને એન્ટીક શો પીસએ અભિનેત્રીના લિવિંગ રૂમમાં ચાર ચાંદ લગાવ્યા છે.

કંગનાના ઘરમાં એક મોટું પૂલ ટેબલ પણ છે. એટલે કે કંગનાના લક્ઝરી ઘરમાં આરામ કરવાની સાથે સાથે મનોરંજન માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કંગનાએ પોતાની પોસ્ટમાં પોતાના ઘરની સુંદર બાલ્કનીનો નજારો પણ ચાહકોને બતાવ્યો છે. તસવીરમાં કંગના પોતાના ઘરની બાલકનીમાં ઉભા રહીને બહારનો નજારો નિહાળતા જોવા મળી રહી છે. કંગનાના ચહેરા પર શાંતિ સ્પષ્ટ જોવા મળી રહી છે.

ચાહકોને કંગના રનૌતનું ઘર ખૂબ પસંદ આવ્યું છે. ચાહકો કંગનાના ઘર અને તેની ડિઝાઇનની પ્રસંશા કરી રહ્યા છે. એક ચાહકે કમેન્ટ સેક્શનમાં કંગનાના ઘરની પ્રશંસા કરતા લખ્યું – સુંદર ડિઝાઇન. એક અન્ય યુઝરે લખ્યું – ખૂબ જ એલીગેંટ અને બ્યૂટીફુલ હાઉસ.