મનાલીમાં પહાડોની વચ્ચે રાણીની જેમ 30 કરોડના બંગલામાં રહે છે કંગના, જુવો તસવીર

બોલિવુડ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં મીડિયામાં છવાયેલી છે. તેને પબ્લિસિટી ત્યારે મળી જ્યારે તેમણે સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ચાલી રહેલા નેપોટિઝમ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. સામાન્ય લોકોની સાથે કંગનાએ પણ સુશાંતને ન્યાય આપવાની માંગ કરી હતી.

આ પછી જ્યારે ડ્રગ્સની બાબત સામે આવી ત્યારે તેણે પોતાના અંગત અનુભવોને લગતા ઘણાં ખુલાસા કર્યા. ત્યાર પછી કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી. આ વાત શિવસેનાના સંજય રાઉતને લાગી આવી અને તેણે કંગનાને મુંબઈ ન આવવાની ધમકી આપી. જોકે, કંગના 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ આવી ગઈ. ત્યાર પછીના થોડા સમય પછી બીએમસી એ કંગનાની ઓફિસ તોડી નાખી.

આ બધી ઘટનાઓને કારણે સુશાંતને ન્યાય અપાવવાની ઝુંબેશ ક્યારે મીડિયામાં કંગના પર શિફ્ટ થઈ ગઈ તેની કોઈને ખબર ન રહી. કંગના હાલમાં તેના મનાલીના ઘરમાં રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક્ટ્રેસના આ વૈભવી બંગલાની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

કંગનાનો મનાલી વાળો આ બંગલો પર્વતોની વચ્ચે બનેલો છે. આ બંગલામાંથી પર્વતોના ઘણા સુંદર નજારાઓ જોઇ શકાય છે. કંગના આ બંગલામાં 8 બેડરૂમ છે. એક્ટ્રેસે તેના બેડરૂમનો લુક ખૂબ જ મોડર્ન રાખ્યો છે. આ રૂમમાં આર્મચેર અને જયપુર રગ કાર્પેટ છે. દિવાલો પર ઘણા પ્રકારના કલાના ટુકડાઓ છે.

કંગનાએ તેના ઘરની ડિઝાઇન અને લુક દુબઈ સ્ટાઈલમાં રાખી છે. તેના ઘરની સજાવટની ચીજો દેશના વિવિધ રાજ્યોમાંથી મંગાવવામાં આવી છે. બંગલામાં જિમ અને યોગ રૂમ પણ છે.કંગનાએ તેના બંગલાની છત પર કાચની છત પણ બનાવી છે.કંગનાએ આ ઘરમાં પ્રવેશ 2018 માં કર્યો હતો.

કંગનાએ આ બંગલો તેની ફિલ્મ ‘ક્વીન’ ની સફળતા પછી લીધો હતો. પહેલા તેણે 10 કરોડમાં જમીન ખરીદી હતી. આ પછી, 30 કરોડ રૂપિયા ચૂકવીને લક્ઝરી સુવિધાઓ સાથે આ બંગલો બનાવ્યો. આ બંગલો જોઈને લાગે છે કે તેમાં રહેવાનો આનંદ કંઈક અલગ જ હશે.કંગનાને પોતાન ઘરમાં પિયાનો વગાડવાનો ખૂબ શોખ છે.

Leave a Reply

Your email address will not be published.