આ ખાસ સ્ટાઈલમાં કંગના એ સેલિબ્રેટ કર્યો જન્મદિવસ, જન્મદિવસ પર કર્યા માતા વૈષ્ણો દેવીના દર્શન, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અને બેબાક અભિનેત્રી કંગના રનૌત હેડલાઈન્સમાં રહેવાની કોઈ તક છોડતી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ અને મોટી ઓળખ બનાવી ચુકેલી કંગના રનૌત તાજેતરમાં જ માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચી હતી. તેણે માતાના દર્શન કર્યા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી.

જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવીના દરબારમાં કંગના એક ખાસ પ્રસંગ પર પહોંચી હતી. ખરેખર કંગના રનૌત 35 વર્ષની થઈ ગઈ છે. તે આજે (23 માર્ચ) પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. કંગનાનો જન્મ 23 માર્ચ 1987ના રોજ હિમાચલ પ્રદેશના ભામ્બલા બિલાસપુરમાં થયો હતો.

કંગનાએ પોતાના શ્રેષ્ઠ કામથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ખૂબ સારી રીતે સ્થાપિત કરી લીધી છે. 35માં જન્મદિવસ પર કંગનાએ જીવનના નવા વર્ષની શરૂઆત માતા વૈષ્ણો દેવીના આશીર્વાદ સાથે કરી. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તેની દેસી સ્ટાઈલ જોઈને દરેક તેની પ્રસંશા કરી રહ્યા છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કંગનાએ તસવીરો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “આજે મારા જન્મદિવસ પર….ભગવતી શ્રી વૈષ્ણોદેવીજીના દર્શન કર્યા…તેમના અને મારા માતા-પિતાના આશીર્વાદ સાથે આ વર્ષની રાહ જોઈ રહી છું…તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આપ સૌનો આભાર.”

કંગનાએ કુલ ત્રણ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે. કંગનાએ આ દરમિયાન એમ્બ્રોઇડરી સૂટ પહેર્યું હતું. વાદળી રંગની કુર્તી અને લાલ સલવારમાં જોવા મળેલી કંગનાના માથા પર પીળી ચુનરી હતી. આ દરમિયાન તેણે હસતા-હસતા પોઝ આપ્યા હતા. એક તસવીરમાં તે પોતાની બહેન રંગોલી સાથે પણ જોવા મળી રહી છે.

ચાહકોને કંગનાનો ટ્રેડિશનલ લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. થોડા કલાકો પહેલા જ શેર કરવામાં આવેલી કંગનાની આ પોસ્ટને 1 લાખ 78 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. સાથે જ કમેંટ્સ પણ ખૂબ આવી રહી છે. અભિનેત્રી દિવ્યા દત્તા એ કમેંટ કરતા લખ્યું છે કે, “આ દિવસે ખૂબ ખૂબ અભિનંદન! ભગવાન ભલું કરે”.

સાથે જ આગળ એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, “હેપ્પી બર્થ ડે ક્વીન.” સાથે જ એક યુઝરે કમેંટ કરી કે, “જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ મેમ. શ્રી રામજી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.” એક યુઝરે લખ્યું છે કે, “તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ક્વીન.” કંગનાને તેના તમામ ચાહકો સતત સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કંગનાની ફિલ્મોની વાત કરીએ તો કંગના છેલ્લે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળી હતી. આ ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી અને તમિલનાડુની ભૂતપૂર્વ સીએમ રહી ચુકેલી જયલલિતાના જીવન પર આધારિત હતી. ફિલ્મને ચાહકો તરફથી મિશ્રિત રિસ્પોંસ મળ્યો હતો. તેની આગામી ફિલ્મો ‘તેજસ’ અને ‘ધાકડ’ છે.

‘લોકઅપ’ ને હોસ્ટ કરી રહી છે કંગના: નોંધપાત્ર છે કે કંગનાએ ભૂતકાળમાં OTT પ્લેટફોર્મ પર પણ ડેબ્યુ કર્યું હતું. તે પણ કોઈ ફિલ્મથી નહીં પરંતુ એક શોથી. જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીથી એક શો ‘લોકઅપ’ શરૂ થયો છે. એકતા કપૂરના આ શોમાં કંગના હોસ્ટની ભૂમિકા નિભાવી રહી છે. આ શોમાં કરણવીર વોહરા, પાયલ રોહતગી, અંજલિ અરોરા, પૂનમ પાંડે, સારા ખાન, અલી મર્ચન્ટ, મુનવ્વર ફારૂકી વગેરે સ્પર્ધકો તરીકે જોવા મળી રહ્યા છે.