35 વર્ષની થઈ ચુકેલી હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌતે લગભગ 18 વર્ષની ઉંમરમાં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તે છેલ્લા દોઢ દાયકાથી હિન્દી સિનેમામાં કામ કરી રહી છે. કંગનાએ વર્ષ 2006માં ફિલ્મ ‘ગેંગસ્ટર’થી પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી.
કહેવાય છે કે કંગનાએ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાનું ઘર છોડી દીધું હતું. ત્યાર પછી તેણે મુંબઈમાં આવીને સંઘર્ષ શરૂ કર્યો અને વર્ષ 2006 માં તેની પહેલી ફિલ્મ આવી. કંગનાએ પોતાની કારકિર્દીમાં ખૂબ મોટી સફળતા મેળવી છે. આજે તેમની પાસે સુખ-સુવિધાની દરેક ચીજ છે અને તે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે.
કંગના રનૌત આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. બોલિવૂડમાં કામ કરીને ખૂબ ખ્યાતિની સાથે જ તેણે ખૂબ સંપત્તિ પણ કમાઈ છે. આજે તેમની પાસે કરોડોની સંપત્તિ છે. લક્ઝરી કાર છે અને ત્રણ-ત્રણ લક્ઝરી ઘર અને ખૂબ જ સુંદર ઓફિસ છે. ચાલો આજે અમે તમને તેમના એક લક્ઝરી ઘરની મુલાકાત કરાવીએ.
કંગનાના સપનાનું એક ઘર બનેલું છે મનાલીમાં, જેની સુંદરતા જોતા જ બને છે. તેનું મનાલી વાળું ઘર પહાડો અને લીલીછમ ખીણો વચ્ચે બનેલું છે. આવી સ્થિતિમાં તેનું સુંદર હોવું વ્યાજબી છે.
એક સમયે પીજીમાં રહેઆર કંગના પાસે આજે ત્રણ-ત્રણ ઘર છે. મનાલી વાળું ઘર તેણે જમીન ખરીદીને બનાવ્યું હતું. તેનું ઘર અંદર અને બહાર બંને રીતે ખૂબ જ સુંદર છે. કંગનાના ઘરને સજાવવા માટે દિલ્હીની ચોર બજારથી લઈને દુબઈ સુધીના સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્રીસ કરોડ રૂપિયા છે ઘરની કિંમત: વાત જો કંગનાના આ સુંદર અને લક્ઝરી ઘરની કિંમતની કરીએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે. માહિતી મુજબ, ઈન્ટિરિયર ડિઝાઈનર શબનમ ગુપ્તાએ તેને સજાવ્યું છે.
કંગનાના સુંદર અને લક્ઝરી ઘરમાં ડાઈનિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, ફાયર સ્પેસ, જિમ અને યોગા કરવા માટે પણ પૂરતી જગ્યા છે. જણાવી દઈએ કે બોલિવૂડની ક્વીનનું આ ઘર બહારથી યુરોપિયન સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવ્યું છે.
કંગના રનૌતનું સુંદર પ્રોડક્શન હાઉસ: કંગનાનું મુંબઈના બાંદ્રામાં પણ આલિશાન ઘર છે. સાથે જ તેણે થોડા સમય પહેલા મુંબઈના મોંઘા વિસ્તાર પાલી હિલમાં એક પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું હતું. અભિનેત્રીનું પ્રોડક્શન હાઉસ પણ ખૂબ જ સુંદર છે.
કંગના રનૌતની કુલ સંપત્તિ: વાત કરીએ હવે કંગનાની કુલ સંપત્તિ વિશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંગનાની કુલ સંપત્તિ 94 કરોડ રૂપિયાની આસપાસ છે. આ સંપત્તિ તેણે પોતાની સખત મહેનત અને સંઘર્ષ દ્વારા બનાવી છે. ફિલ્મો ઉપરાંત તેની કમાણીનો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ છે. કંગના એક વર્ષમાં લગભગ 15 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.
કંગના પાસે છે ઘણી લક્ઝરી કાર: માત્ર 21 વર્ષની ઉંમરે કંગનાએ BMW કંપનીની લક્ઝરી કાર BMW 7 સિરીઝની ખરીદી લીધી હતી. ત્યાર પછી, તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ GLE SUV જેવી અન્ય ઘણી કાર શામેલ થઈ. તેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવે છે.
કંગનાના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, તે આ દિવસોમાં એકતા કપૂરના શો ‘લોકઅપ’ ને હોસ્ટ કરી રહી છે. આ શો OTT પર આવી રહ્યો છે. તેના દ્વારા કંગનાનું ઓટીટી ડેબ્યુ થયું છે. સાથે જ કંગનાની ફિલ્મોની વાત કરીએ તો તેની આગામી ફિલ્મો ‘તેજસ’ અને ‘ધાકડ’ છે. આ બંને ફિલ્મો આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. કંગના છેલ્લે વર્ષ 2021 માં તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી જયલલિતાના જીવન પર આધારિત ફિલ્મ ‘થલાઈવી’માં મોટા પડદા પર જોવા મળી હતી, જેને દર્શકો તરફથી મિશ્રિત રિસ્પોંસ મળ્યો હતો.