સૌભાગ્યનું પ્રતીક છે કામધેનુ ગાય, ઘરના આ ખૂણામાં રાખવાથી દરેક ઈચ્છા થાય છે પૂર્ણ

ધાર્મિક

ઘરમાં સુખ અને પૈસા જેવી ચીજો દરેક વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ આ ચીજો તમારા નસીબ પર ઘણી હદ સુધી આધાર રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ટિપ્સ જણાવવામાં આવી છે, જેનાથી તમે તમારું નસીબ મજબૂત કરી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખૂબ મહત્વ હોય છે. જો તમે ચીજોને યોગ્ય દિશામાં રાખો છો તો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ચીજો બને છે. સાથે જ ચીજોને ખોટી દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે ઘરમાં નકારાત્મક વાતાવરણ બનાવે છે.

સૌભાગ્યનું પ્રતિક છે કામધેનુ ગાય: ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે તમે અનેક પ્રકારની ચીજો રાખી શકો છો. તેમાં કામધેનુ ગાયની મૂર્તિ પણ શામેલ છે. તમે ઘણા ઘરોમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખેલી જોઈ હશે. આ મૂર્તિને સૌભાગ્યનું પ્રતિક પણ કહેવામાં આવે છે. દરેક ઘરમાં એક આવી મૂર્તિ જરૂર હોવી જોઈએ. તેનાથી તમારું સૂતેલું નસીબ જાગી જાય છે. નસીબ તમારો સાથ આપે છે. ચીજો તમારા પક્ષમાં રહે છે. જો કે કામધેનુ ગયાને ઘરમાં રાખવાના કેટલાક ખાસ નિયમો પણ હોય છે.

આ દિશામાં રાખવી હોય છે શુભ: વાસ્તુશાસ્ત્રનું માનીએ તો કામધેનુ ગાયની મૂર્તિ તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવી શુભ હોય છે. ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશા કામધેનુ ગાયની સ્થાપના માટે સારી માનવામાં આવે છે. આ તે જ દિશા છે જ્યાં ઘણા દેવતાઓ વાસ કરે છે. કામધેનુ ગાયની મૂર્તિ આ દિશામાં રાખવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તમારા ઘરમાં દુઃખ સમાપ્ત થાય છે. ઘણી બધી ખુશીઓ દસ્તક આપે છે.

ઘરની આ જગ્યા પર રાખી શકો છો કામધેનુ ગાય: જો કોઈ કારણસર તમે કામધેનુ ગાયને ઘરના ઈશાન ખૂણામાં સ્થાપિત કરી શકતા નથી, તો તમારી પાસે કેટલાક અન્ય વિકલ્પો પણ હોય છે. જેમ કે તેને પૂજાઘરમાં સ્થાપિત કરી શકાય છે. અહીં પણ તે શુભ ફળ આપે છે. આ ઉપરાંત તમે કામધેનુ ગાયની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર પણ સ્થાપિત કરી શકો છો. કામધેનુ ગાય અહીં રાખવાથી તમારા ઘરમાં ખૂબ ખુશીઓ આવશે. ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં.

કામધેનુ ગાય રાખવાના ફાયદાઓ: ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખવાના ઘણા ફાયદા છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી ઘરના ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થાય છે. પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે. ઘરના લોકોની પ્રગતિ થાય છે. કોઈ બીમાર પડતું નથી. દુશ્મન તમારી સાથે કંઈ ખોટું કરી શકતા નથી. તમે ખરાબ નજરથી બચો છો. ઘરમાં ક્યારેય પૈસાની સમસ્યા આવતી નથી.