જન્માષ્ટમી પર ‘કાનો’ બન્યો ભારતી સિંહનો પુત્ર લક્ષ્ય, જુવો તેનો આ ક્યૂટ વીડિયો

બોલિવુડ

પોતાની સુંદર કોમેડીથી દર્શકોને હસાવનાર કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા અવારનવાર પોતાના પુત્ર લક્ષ્ય ઉર્ફ ગોલા સાથે સુંદર તસવીરો અને રમુજી વીડિયો શેર કરતા રહે છે. હવે કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગ પર પણ ભારતી અને હર્ષે પોતાના નાના બાળકને બાલ-ગોપાલ બનાવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેના પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ચાલો જોઈએ ભારતીના પુત્રનો ક્યૂટ વીડિયો.

નાનો કાનો બન્યો ભારતી સિંહનો પુત્ર: નોંધપાત્ર છે કે લક્ષ્ય 3 મહિનાનો થઈ ચુક્યો છે અને તેની નાની-નાની પ્રવૃત્તિઓ ભારતી અને હર્ષ કેમેરામાં કેદ કરતા રહે છે. જન્માષ્ટમીના આ ખાસ પ્રસંગ પર ભારતી અને હર્ષે લક્ષ્યને ભગવાન કૃષ્ણના આઉટફિટ પહેરાવ્યા જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. સાથે જ તેના કપાળ પર મોરપીંછ પણ બાંધવામાં આવ્યું, જેના કારણે તે નાના-મુન્ના કૃષ્ણ જેવા લાગી રહ્યા છે. જણાવી દઈએ કે ચાહકો પણ આ વીડિયો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

આ વીડિયોને શેર કરતા ભારતી સિંહે કેપ્શનમાં લખ્યું છે કે, “ભગવાનનો દરેક ચીજ માટે આભાર.” સાથે જ ચાહકો પણ વીડિયો પર સતત કમેન્ટ કરીને પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, “લડ્ડુ બચ્ચા છે. નાનો કાનો આટલો સુંદર.” એકે કહ્યું, “ગોલા હર્ષના ચશ્મા લેવા ઈચ્છે છે.” એક અન્ય યુઝરે લખ્યું, “અમારો નાનો નાનો બાલ ગોપાલ.” એકે લખ્યું કે, “ક્યૂટ સા ગોલા” આ ઉપરાંત ઘણા યુઝર્સે આ વીડિયો પર ઘણી કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) 

જણાવી દઈએ કે, આ પહેલા લક્ષ્યના ફોટોશૂટની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતી અને હર્ષે વિવિધ પ્રકારના કોસ્ચ્યુમમાં ગોલાનું ફોટોશૂટ કરાવ્યું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. ભારતી સિંહ પોતાના પુત્રના જન્મ પછી તરત જ કામ પર પરત ફરી હતી. આ દરમિયાન તેણે પ્રખ્યાત ટીવી રિયાલિટી શો ‘હુનરબાઝ’ હોસ્ટ કર્યો હતો.

સાથે જ પુત્રના જન્મ પછી ભારતીએ કહ્યું હતું કે, “જે લોકોએ મને કહ્યું હતું કે બાળક થયા પછી મારું જીવન સમાપ્ત થઈ જશે, હું કહેવા ઈચ્છું છું કે તમે બધા ખોટા હતા. મારું સ્મિત બમણું થઈ ગયું. મારી સ્માઈલ ડબલ થઈ ગઈ છે. મારી પાસે કોમેડી માટે ડબલ કન્ટેન્ટ છે. મારી પાસે બાળક વિશે વાત કરવા માટે ઘણી ચીજો છે.”

3 એપ્રિલ ના રોજ માતા બની હતી ભારતી સિંહ: જણાવી દઈએ કે 3 એપ્રિલ 2022ના રોજ ભારતીના ઘરે પુત્રનો જન્મ થયો હતો. આ દરમિયાન તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, “છોકરો થયો છે.” તમને જણાવી દઈએ કે પુત્રના જન્મ પછી તરત જ ભારતી સિંહ ચાલવા-ફરવા લાગી હતી અને તેણે પોતાને સ્ટ્રોંગ જણાવી હતી અને તેની ભાવના લોકોને ખૂબ પસંદ આવી. તે માત્ર તેના 12 દિવસના પુત્રને છોડીને કામ પર આવી હતી.