‘પુષ્પા’માં અલ્લુની માતા બનેલી અભિનેત્રી રિયલ લાઈફમાં અભિનેતાથી છે 3 વર્ષ મોટી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

તેલુગુ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ દર્શકોના દિલમાં અમીટ છાપ છોડી છે. આ ફિલ્મ એ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતામાં ખૂબ વધારો કર્યો છે. સાથે જ ફિલ્મમાં ‘શ્રીવલ્લી’ના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે.

ફિલ્મ ‘પુષ્પા’ માં દરેક કલાકારના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય પાત્રોની સાથે જ તેના વિલનના કામને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. જો કે ફિલ્મનું એક પાત્ર એવું છે જેના વિશે ખૂબ ચર્ચા થઈ નથી. આજે અમે તમને તે જ પાત્ર વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

અમે પુષ્પાના જે પાત્રની વાત કરી રહ્યા છીએ તે ‘પુષ્પા’ની માતા છે. એટલે કે જેણે ફિલ્મમાં અલ્લુ અર્જુનની માતાની ભુમિકા નિભાવી છે. જે અભિનેત્રીએ આ પાત્ર નિભાવ્યું છે તેનું નામ કલ્પલતા છે. કહેવાય છે કે કલ્પલતાએ 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે 10 થી વધુ સિરિયલોમાં પણ જોવા મળી ચુકી છે.

જણાવી દઈએ કે કલ્પલતા ફિલ્મમાં પોતાના કામથી દર્શકોને ઈમોશનલ કરી દે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કલ્પલતાના પુત્ર એટલે કે પુષ્પા નાજાયજ છે. કલ્પલતા અને પુષ્પા બંને એક ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ફિલ્મ શરૂ થયાના થોડા સમય પછી ખબર પડે છે કે પુષ્પાના પિતાએ પરિણીત હોવા છતાં કલ્પલતા સાથે નાજાયજ સંબંધ બનાવ્યા હતા અને પછી પુષ્પાનો જન્મ થયો હતો.

નોંધપાત્ર છે કે ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનની માતા બનેલી કલ્પલતા રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે કોઈ મુખ્ય અભિનેત્રી જેવી લાગે છે. ખાસ વાત એ છે કે રિયલ લાઈફમાં કલ્પલતા અલ્લુ અર્જુન કરતા માત્ર ત્રણ વર્ષ મોટી છે. અલ્લુ જ્યારે 39 વર્ષનો છે, તો કલ્પલતા 42 વર્ષની છે. જોકે ફિલ્મમાં તે અલ્લુની માતા બની છે.

ફિલ્મમાં કલ્પલતાએ પોતાના કામથી દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. સાથે જ અલ્લૂ અર્જુનને પણ તેમણે પ્રભાવિત કર્યા. કલ્પલતા એ આ ફિલ્મ પહેલા ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગના જલવા બતાવ્યા છે.

14 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા કલ્પલતાના લગ્ન: કલ્પલતા વિશે એવું કહેવાય છે કે તે જ્યારે માત્ર 14 વર્ષની હતી ત્યારે જ તેના લગ્ન થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ કલ્પલતા બે પુત્રીઓની માતા છે. તેમની બંને દીકરીઓ નોકરી કરે છે.

કલ્પલતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કલ્પલતા ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની રિયલ લાઈફની તસવીરો અને પુષ્પા ફિલ્મમાં તેને જોઇએ તો આ વાતનો કોઈ અંદાજ પણ નથી લગાવી શકતા તે કલ્પલતા જ છે.