47 વર્ષની થઈ કાજોલ, માતા, બહેન અને પુત્રી સાથે કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો જન્મદિવસ, જુવો તસવીરો

બોલિવુડ

કાજોલ 90 ના દાયકાની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં શાહરૂખ ખાન સાથે તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ઘણા લોકોને તો એ લાગતું હતું કે બંને કપલ છે. પરંતુ કાજોલનું દિલ અજય દેવગણ પર આવ્યું હતું. બંનેએ 1999 માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર યુગ દેવગણ અને એક પુત્રી ન્યાસા દેવગણ થયા.

5 ઓગસ્ટ 1974 ના રોજ જન્મેલી કાજોલ આજે પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે તેમના જન્મદિવસનું સેલિબ્રેશન એક દિવસ પહેલા એટલે કે બુધવારથી જ શરૂ થઈ ગયું છે. તાજેતરમાં કાજોલ તેની બહેન તનીષા મુખર્જી અને માતા તનુજા સાથે લંચ ડેટ કરતા જોવા મળી હતી. તેના જન્મદિવસના પ્રી-બર્થડે સેલિબ્રેશન પર કાજોલ પોતાની માતા અને બહેન સાથે એક યાદગાર લંચ ડેટ પર ગઈ હતી. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

કાજોલની નાની બહેન તનિષાએ આ તસવીરો શેર કરતા લખ્યું, ‘હેપ્પી બર્થ ડે બહના. અમારું પ્રી બર્થડે સેલિબ્રેશન શરૂ થઈ ચુક્યું છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું.’ સાથે જ કાજોલે પોતાના પ્રી બર્થડે સેલિબ્રેશન પર એક્શન આપતા લખ્યું ‘અમે ત્રણેય ફિટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સુંદર બર્થડે સેલિબ્રેશન માટે થેન્ક યૂ ટીઝી. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું.’

જો કે બુધવારે સાંજે કાજોલ તેની પુત્રી ન્યાસા સાથે પણ સલૂનમાં જોવા મળી હતી. આ દરમિયાન બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાજોલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અહીં તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ચીજો ચાહકો સાથે શેર કરતી રહે છે. આ સમયે કાજોલનો કમેંટ સેક્શન અભિનંદનથી ભરેલો છે. સામાન્ય જનતાથી લઈને મોટા મોટા સેલિબ્રિટિઝ સુધી તેમને જન્મદિવસ પર અભિનંદન આપી રહ્યા છે.

કાજોલ આ દિવસોમાં ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને લગ્ન પછી તેમનું ફિલ્મોમાં આવવાનું ઓછું થઈ ગયું હતું. જોકે વચ્ચે ઘણી વખત કમબેક કરવાનો પ્રયત્ન પણ કરી ચુકી છે. કાજોલે પોતાના પતિ અજય દેવગણ સાથે ઘણી ફિલ્મો પણ કરી છે. કાજોલે 1992 માં ફિલ્મ ‘બેખુદી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યાર પછી તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘બાઝીગર’માં જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં કાજોલનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું. ત્યાર પછી તેણે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, ગુપ્ત, કરણ અર્જુન, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ઘણી હિટ ફિલ્મો આપી.

કાજોલની બહેન તનિષા મુખર્જીની વાત કરીએ તો તે પણ એક અભિનેત્રી છે પરંતુ તે તેની બહેન કાજોલની જેમ બોલીવુડમાં સફળતા મેળવી શકી નથી. તે માત્ર થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે. પરંતુ લગભગ બધી ફિલ્મો ફ્લોપ રહી. તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. અહીં તેમનું અરમાન કોહલી સાથે લવ અફેયર રહ્યું હતું. કાજોલ અને તનીષા એકબીજાની ખૂબ નજીક છે. તે બહેનો હોવાની સાથે સાથે સારી મિત્ર પણ છે.